યુપીઆઈ દ્વારા લોન સુવિધાને સામેલ કરવામાં આવીઃ રિઝર્વ બેન્કની મંજૂરી

Spread the love

રિઝર્વ બેંકે બેંકોમાં પૂર્વ-મંજૂર લોન સુવિધાને યુપીઆઈ દ્વારા સંચાલન પર સર્ક્યુલર જાહેર કર્યો, બચત ખાતામાં ઓવરડ્રાફ્ટ ખાતા, પ્રીપેડ વોલેટ અને ક્રેડિટ કાર્ડને યુપીઆઈથી જોડવામાં આવી શકે છે


નવી દિલ્હી
ભારતીય રિઝર્વ બેંકે લેવડ- દેવડ માટે બેંકો દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રી-એપ્રુવ્ડ લોન સુવિધાને પણ યુપીઆઈ સિસ્ટમમાં સામેલ કરવા માટે સોમવારે જાહેરાત કરવામાં આવી હતી. અત્યાર સુધી યુપીઆઈ સિસ્ટમ દ્વારા માત્ર જમા રકમ પર જ લેવડ- દેવડ કરવામાં આવતી હતી.
કેન્દ્રીય બેંકે એપ્રિલમાં યુપીઆઈ સિસ્ટમનો ફેલાવો વધારવા માટે પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. જેમા બેંકોમાં પહેલેથી ક્રેડિટ લોન સુવિધાને ટ્રાન્સફર કરવાની મંજુરી આપવામાં આવી છે, જો હાલમાં બચત ખાતામાં ઓવરડ્રાફ્ટ ખાતા, પ્રીપેડ વોલેટ અને ક્રેડિટ કાર્ડને યુપીઆઈથી જોડવામાં આવી શકે છે.
રિઝર્વ બેંકે બેંકોમાં પૂર્વ-મંજૂર લોન સુવિધાને યુપીઆઈ દ્વારા સંચાલન’ પર એક સર્ક્યુલર જાહેર કરતા કહ્યુ હતું કે, યુપીઆઈ દ્વારા હવે લોન સુવિધાને સામેલ કરવામાં આવી છે. રિઝર્વ બેંકએ કહ્યુ કે, આ સુવિધા પર વ્યક્તિગત ગ્રાહકની પુર્વ સહમતિથી અનુસુચિત કોર્મશિયલ બેંકો દ્વારા વ્યક્તિઓને પુર્વ સ્વીકૃત લોન સુવિધાના માધ્યમથી ચુકવવામાં આવશે.
કેન્દ્રીય બેંકોના કહેવા પ્રમાણે આવુ કરવાથી તેનો ખર્ચ ઓછો આવે છે અને ભારતીય બજારો માટે વિશેષ ઉત્પાદનોનો વિકાસ કરવામાં મદદ મળશે. મોબાઈલ ઉપકરણના માધ્યમથી માત્ર 24 કલાકમાં તત્કાલ લોન આપવા માટે ઉપયોગ કરવામાં આવતાં યુપીઆઈથી લેવડ દેવડનો આંકડો ઓગસ્ટમાં 10 અરબને પાર કરી ગયો. જુલાઈમાં યુપીઆઈ લેવડ- દેવડનો આંકડો 9.96 અરબ હતો.
યુપીઆઈ એક વિશેષ પેમેન્ટ પ્લેટફોર્મ છે અને તે કેટલીયે પ્રકારની સુવિધા આપે છે, વર્તમાન સમયમાં યુપીઆઈ દ્વારા ભારતમાં 75 ટકા રિટેલ ડિઝિટલ પેમેન્ટ કરવામાં આવી રહ્યું છે. હાલમાં જ રૂપે ક્રેડિટ કાર્ડ પર યુપીઆઈથી લિંક કરવાની મંજુરી મળી ગઈ છે. તેમજ યુપીઆઈ લેવડ-દેવડ બેંકોમાં જમા ખાતાઓ વચ્ચે થાય છે તેમા વોલેટ અને પ્રી-પેડ સુવિધા પણ ઉપલબ્ધ હશે.

Total Visiters :166 Total: 1501679

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *