સરકાર રામમંદિરના ઉદઘાટન માટે આવેલા લોકોની વાપસી દરમિયાન જે રીતે ગોધરામાં ટ્રેન બાળી નકાઈ તેવી ઘટનાને અંજામ આપવામાં આવી શકે છે
નવી દિલ્હી
શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી રાજકીય હોબાળો મચીગયો છે. તેમણે રવિવારે એક રેલી દરમિયાન દાવો કર્યો હતો કે જો અયોધ્યામાં રામમંદિરનું ઉદઘાટન થશે તો વધુ એક ગોધરાકાંડ સર્જાઈ શકે છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રામમંદિરના ઉદઘાટન માટે દેશભરમાંથી લોકો અયોધ્યા પહોંચશે. જ્યારે તે પાછા જશે તો ગોધરા કાંડ જેવી ઘટના બનવાની પૂરેપૂરી શક્યતા છે. ઉદ્ધવે કહ્યું કે સરકાર રામમંદિરના ઉદઘાટન માટે બસ અને ટ્રકમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરી શકે છે. આ બધા લોકોની વાપસી દરમિયાન જ જે રીતે ગોધરામાં ટ્રેન બાળી નાખવામાં આવી હતી તેવી ઘટનાને અંજામ આપવામાં આવી શકે છે.
ખરેખર 27 ફેબ્રુઆરી 2002ના સાબરમતી એક્સપ્રેસમાં સવાર થઇને અયોધ્યાથી પાછા ફરી રહેલા કાર સેવકો પર ગુજરાતના ગોધરા સ્ટેશને હુમલો કરાયો હતો. આ દરમિયાન તેમના કોચમાં આગચંપી કરાઈ હતી જેમાં અનેક લોકો મૃત્યુ પામી ગયા અને રાજ્યમાં રમખાણો સર્જાયા હતા.
ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને આરએએસની આકરી ટીકા કરી હતી. તેમણે આરોપ મૂક્યો હતો કે તેમની પાસે એવા પ્રતીક નથી જેને લોકો પોતાનું આદર્શ માની શકે. લોકો સરદાર પટેલ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવા દિગ્ગજોને અપનાવી રહ્યા છે. ઠાકરેએ કહ્યું કે ભાજપ અને આરએસએસ હવે તેમના પિતા બાલ ઠાકરેના વારસા પર દાવો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે બંનેની કોઈ સિદ્ધી નથી.