એર્દોગાને ભારતના પીએમ મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરી
નવી દિલ્હી
તૂર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને કહ્યું હતું કે જો ભારત જેવો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય બનશે તો તૂર્કીને ગર્વ થશે. તે મીડિયાને સંબોધી રહ્યા હતા. એર્દોગાને આ દરમિયાન પીએમ મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરી હતી.
પી5 એટલે કે યુએનએસસીના પાંચ કાયમી સભ્યો ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકાના સંદર્ભમાં તૂર્કીના રાષ્ટ્રપતિએ કહ્યું કે દુનિયા આં પાંચ દેશોથી ઘણી મોટી છે. તેમણે કહ્યું કે અમને ગર્વ થશે કે ભારત જેવો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય બની જાય.
તેમણે કહ્યું કે અમારો કહેવાનો અર્થ એ જ છે કે આ ફક્ત અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ચીન અને રશિયા માટે જ નથી. અમે સુરક્ષા પરિષદમાં ફક્ત આ પાંચ દેશોને જ રાખવા નથી માગતા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ તૂર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાન સાથે જી20 શિખર સંમેલનથી અલગ દ્વિપક્ષીય મંત્રણા યોજી હતી. આ મંત્રણા દરમિયાન બંનેન ેતાઓ વચ્ચે જુદા જુદા મુદ્દાઓ પર વાતચીત થઈ હતી.