નજીકના ભવિષ્યમાં જ આ એપ પર સ્ટેટ હાઇવે, ફરિયાદોનું ઝડપી નિવારણ, ફીડબેક અને બીજા અન્ય ફીચર જોવા મળશે
નવી દિલ્હી
સુખદ યાત્રાનો અર્થ થાય છે ‘હેપ્પી જર્ની’. તે એક એપ્લિકેશન છે જે જીપીએસ ટેક્નોલોજીના આધારે કાર્ય કરે છે. આ એપનો મુખ્ય ઉદ્દેશ્ય નેશનલ હાઈવે (એનએચ) પર મુસાફરોને યોગ્ય જાણકારી આપવાનો છે. તે હાઇવેની સમસ્યાઓ વિશે ફરિયાદો કરવા માટે માહિતી અને પ્લેટફોર્મ આપે છે. જો તમે રોજ મુસાફરી કરો છો તો આ જાણકારી બહુ ઉપયોગી નીવડશે. સુખદ યાત્રા એપ પર ટૂક સમયમાં જ નવા ફીચર જોવા મળશે. આ પ્લેટફોર્મને નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઈ) દ્વારા અપગ્રેડ કરવામાં આવશે. જેના બાદ આ પ્લેટફોર્મ પર ઘણા ફીચર્સ જોવા મળશે.
આ એપમાં અમુક ફેરફાર કરવામાં આવી રહ્યા છે, જેના કારણે યુઝર્સને સારો એક્સપીરીયન્સ મળી રહેશે. નજીકના ભવિષ્યમાં જ આ એપ પર સ્ટેટ હાઇવે, ફરિયાદોનું ઝડપી નિવારણ, ફીડબેક અને બીજા અન્ય ફીચર જોવા મળશે.
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન જયરામ ગડકરીએ 7મી માર્ચ 2018ના રોજ સુખદ યાત્રા એપ લોન્ચ કરી હતી. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ) એ આ એપ વિકસાવી છે.
એનએચએઆઈ એ ભારત સરકારની સ્ટેચ્યુટરી બોડી છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (મોર્થ) એનએચએઆઈને કામ સોંપે છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ નેશનલ હાઇવે પર મુસાફરી દરમ્યાન કરી શકાય છે. હાલ આ એપ પર ટોલ પ્લાઝા, તેના ચાર્જિસ અને હાઇવેની આસપાસ મળતી સુવિધાઓની જાણકારી મળે છે.
- આ એપ હાઇવે પર ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ વિશે માહિતી આપે છે. આ સુવિધાઓમાં હાઇવે નેસ્ટ/નેસ્ટ મિનીનો સમાવેશ થાય છે.
- યુઝર આ એપ્લિકેશન દ્વારા ફાસ્ટેગ ખરીદી શકે છે અને ભવિષ્યના હાઇવેના અનુભવને સરળ બનાવી શકે છે.
- એપ્લિકેશન પ્લાઝામાં અપેક્ષિત વેઈટીંગ ટાઇમ સાથે સંબંધિત યુઝરને સચોટ ડેટા પૂરો પાડે છે.
- તે રસ્તાઓ ક્વોલોટી સંબંધિત જાણકારી પણ આપે છે.
- આ એપ મારફતે તમે હાઈવે પર આવતા કોઈપણ સંકટ કે ખાડાની જાણ કરી શકો છો.
સુખદ યાત્રા એપની કેટલીક સુવિધાઓ-
સુખદ યાત્રા એપની આ સુવિધા પ્રવાસીઓને તેમના આયોજિત રૂટની વ્યવસ્થા કરવામાં મદદ કરે છે. તમે રસ્તામાં આવતા દરેક ટોલ પ્લાઝા સંબંધિત માહિતી ઝડપથી મેળવી શકો છો. તમારે આ એપ્લિકેશન પર ફક્ત લોકેશન નાખવું જરૂરી છે.
મુસાફરો આ એપનો ઉપયોગ કરીને રસ્તાઓની સ્થિતિને લગતી ફરિયાદો કરી શકે છે. તેઓ હાઈવે પરના કોઈપણ ખાડા અને હાઈવે પર અકસ્માતની જાણ પણ કરી શકે છે. સુખદ યાત્રા એપની આ સુવિધાને કારણે, મુસાફરો સંબંધિત અધિકારીઓ પાસેથી જવાબદારીની માંગ કરી શકે છે.
ભારત સરકારે એક નવો ટોલ-ફ્રી નંબર, 1033 રજૂ કર્યો છે. આ નંબરની મદદથી હાઇવે વિશે પ્રતિક્રિયા આપી શકો છો.
આ એપમાં સ્ટેટ હાઇવે પર આવતા પેટ્રોલ પંપ, હોસ્પિટલ અને અન્યું સેવાઓ બાબતે જાણકારી મળી રહેશે. જો ક્યાંય રોડ મેન્ટેનન્સનું કામ ચાલતું હશે તો તે અંગેની જાણકારી પણ મળી રહેશે. આ ઊઆઁટ રસ્તા પર આવતા આપતિજનક વળાંક જ્યાં એકસીડન્ટ થઇ શકે તેવી જગ્યા બાબતે પણ જાણકારી મળી રહેશે.
આ બધી સુવિધાઓ ઉપરાંત તમે ફાસ્ટેગ સંબંધિત ફરિયાદો પણ આ એપથી કરી શકો છો. તેમજ એપનો ઉપયોગ કરીને ફાસ્ટેગ રિચાર્જ પણ થઇ શકશે. જો તમે નેશનલ હાઇવે પર મુસાફરી કરો છો તો આ એપ તમને ઘણી સુવિધાઓ પૂરી પડે છે.