ભારત નામ કરવા સામે તકલિફ હોય તેદેશ છોડી જાયઃ દિલીપ ઘોષ

Spread the love

ભાજપ વાસ્તવિક મુદ્દાથી લોકોનું ધ્યાન હટાવી રહ્યાનો ટીએમસીના પ્રવક્તાનો વળતો પ્રહાર


ખડગપુર
તાજેતરમાં દેશમાં ઈન્ડિયા અને ભારતના નામ અંગેનો વિવાદ ચગી રહ્યો છે. સતાપક્ષ દ્વારા ઘણા સરકારી કાર્યક્રમોમાં ઈન્ડિયાની જગ્યાએ ભારતનાનો ઉલેખ્ખ જોવા મળ્યો હતો. તે પછી જી-20નું આમંત્રણ હોય કે પછી પીએમ મોદીની આગળ રહેલી નેમપ્લેટ હોય તેમાં ઈન્ડિયાને બદલે હવે ભારતના નામનો ઉપયોગ થતો દેખાઈ રહ્યો છે. જેને લઈ વિપક્ષ વારંવાર સરકાર પર પ્રહાર કરી રહી છે. આ મામલે હવે વિપક્ષની ટિપ્પણીઓ સામે ભાજપના એક નેતાનું નિવેદન સામે આવી રહ્યું છે. જેને જોતા લાગી રહ્યું છે કે આ વિવાદ વધી શકે છે.
પશ્ચિમ બંગાળના ખડગપુર શહેરમાં યોજાયેલ એક કાર્યક્રમ દરમિયાન ભાજપના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે આ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ઇન્ડિયાનું નામ બદલીને ‘ભારત’ કરવામાં આવશે અને જો તેનાથી કોઈને સમસ્યા હોય તો તે દેશ છોડી જઈ શકે છે. આગળ તેમણે ઉમેર્યું કે, જ્યારે પણ અમારી પાર્ટી પશ્ચિમ બંગાળમાં સત્તામાં આવશે ત્યારે કોલકાતામાં તમામ વિદેશીઓની મૂર્તિઓ હટાવી દેવામાં આવશે. રાજ્યના ભાજપના અન્ય એક વરિષ્ઠ નેતા રાહુલ સિંહાએ પણ સાથ આપતા કહ્યું કે, દેશના બે નામ હોઈ શકે નહીં અને નામ બદલવાનો આ યોગ્ય સમય છે.
આ નિવેદન બાદ વિપક્ષ તરફથી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના પ્રવક્તા શાંતનુ સેને વળતો જવાબ આપ્યો હતો. તેમણે સરકાર પર આરોપ લગાવતા કહ્યું હતું કે, ભાજપ વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન ભટકવાનો પ્રયાસ કરી રહી છે કારણ કે તે વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’થી ડરી ગઈ છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *