જવાને અનેક રેકોર્ડ તોડ્યા, પાંચ દિવસમાં 500 કરોડનો આંકડો પાર

Spread the love

શાહરૂખ ખાનનું એટલી સાથે પ્રથમ કોલોબરેશન છે પરંતુ નયનતારા અને વિજય સેતુપતિ સાથે પણ કિંગ ખાને પહેલી વખત સ્ક્રીન શેર કરી


મુંબઈ
એટલી કુમારની બોલીવુડ ડાયરેક્ટોરિયલ ફિલ્મ ‘જવાન’ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. ફિલ્મ દરરોજ તાબડતોડ કમાણી કરી રહી છે. તેમાં કોઈ બેમત નથી કે, સોશિયલ મેસેજ સાથે બનેલી આ ફિલ્મને ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના દરેક ખૂણે પસંદ કરવામાં આવી રહી છે.
માસ એન્ટરટેનર આ ફિલ્મ ન માત્ર શાહરૂખ ખાનનો એટલી સાથે પ્રથમ કોલોબરેશન છે પરંતુ નયનતારા અને વિજય સેતુપતિ સાથે પણ કિંગ ખાને પહેલી વખત સ્ક્રીન શેર કરી છે.
‘જવાન’ના કહેરના કારણે બોક્સ ઓફિસ પર હાલમાં મોટામાં મોટી ફિલ્મનો જાદુ પણ ફીકો પડી રહ્યો છે. ફિલ્મે શનિવારે ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર જ માત્ર 68.72 કરોડ રૂપિયાનું કલેક્શન કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. એક જ દિવસમાં અને એક જ ભાષામાં આટલી કમાણી કરનારી આ પહેલી બોલીવુડ ફિલ્મ બની છે. આ પહેલા ફિલ્મના નામે સૌથી ઓછા દિવસોમાં 200 કરોડ રૂપિયાની કમાણી કરવાનો રેકોર્ડ બન્યો છે. પરંતુ ‘જવાન’ના નામે માત્ર આ જ રેકોર્ડ નથી. રવિવારની વર્લ્ડવાઈડ કમાણી બાદ ફિલ્મે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
બોક્સ ઓફિસ પર એક બાદ એક અનેક રેકોર્ડ તોડી રહેલી ફિલ્મ ‘જવાન’ એ ફરી એક વખત ઈતિહાસ રચી દીધો છે. ફિલ્મ ક્રિટિક રમેશ બાલાએ જણાવ્યું કે, એટલી કુમારની ડાયરેક્ટોરિયલ ફિલ્મે 4 દિવસમાં 500 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ કારણે ‘જવાન’ 4 દિવસમાં આટલી કમાણી કરનારી બોલીવુડની સૌથી તેજ ફિલ્મ બની ગઈ છે. જ્યારે ત્રણ દિવસમાં ફિલ્મે 384.69 કરોડની કમાણી કરી હતી.
મનોબાલા જિજયબાલને જણાવ્યું કે, શાહરૂખ ખાન એવો પ્રથમ એક્ટર બની ચૂક્યો છે જેની એક જ વર્ષમાં બે ફિલ્મોએ વર્લ્ડવાઈડ 500 કરોડથી વધુની કમાણી કરી છે. એ વાતમાં શંકા નથી કે, બોલીવુડમાં તાબડતોડ કમાણી કરનાર ફિલ્મોનો સમય પરત આવી ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *