દર્શકો 50 ઓવરનું લાઈવ ક્રિકેટ એક્શન અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, બંગાળી, ભોજપુરી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં પણ જોઈ શકશે
મુંબઈ
વાયકોમ 18એ લગભગ 6,000 કરોડ રૂપિયાની બિડ સાથે ભારતીય ક્રિકેટ ટીમની ડોમિસ્ટિક સિરીઝના ટીવી અને ડિજિટલ રાઈટ્સ ખરીદ્યા હતા. બીસીસીઆઈના આંતરરાષ્ટ્રીય તથા ઘરેલુ મેચના મીડિયા રાઇટ્સ સફળતાપૂર્વક મેળવી લીધા બાદ વાયકોમ18એ આજે જાહેરાત કરી હતી કે તે આગામી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 22 સપ્ટેમ્બરથી શરૂ થતી 3 વન-ડેની સિરીઝથી પ્રસારણ કરવાની યોજના બનાવી રહ્યું છે.
આ પ્રથમ ઇન્ટરનેશનલ સિરીઝ હશે જેનું પ્રસારણ જિયો સિનેમા પર 11 ભાષાઓમાં કરાશે. તેની સાથે જ ઓનલાઈન અને ઓફલાઈન આ સિરીઝનો આનંદ કલર્સ તમિલ (તમિલ), કલર્સ બાંગ્લા સિનેમા (બંગાલી), કલર્સ કન્નડ સિનેમા (કન્નડ), કલર્સ સિનેપ્લેક્સ સુપરહિટ્સ (હિન્દી), સ્પોટર્સ18 -1 એસડી, સ્પોટર્સ18 – 1 એચડી (અંગ્રેજી) પર માણી શકાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે બંને ટીમો 50-ઓવરના વર્લ્ડ કપ પહેલા મોમેન્ટમ પ્રાપ્ત કરવા માંગશે. અલગ અલગ ભાષાઓમાં સિરીઝ માટે એક્સપર્ટ પેનલમાં સુરેશ રૈના, કેદાર જાધવ, આકાશ ચોપરા, નિખિલ ચોપરા, અમિત મિશ્રા, અનિરુદ્ધ શ્રીકાંત, અભિનવ મુકુંદ, હનુમા વિહારી, વેંકટપથી રાજુ, સરનદીપ સિંહ, રિતિન્દર સિંહ સોઢી, રાહુલ શર્મા, વી આર વી સિંહ, કિરણ મોરે, શેલ્ડન જેક્સન, ભાર્ગવ ભટ્ટ, જતીન પરાંજપે, શ્રીવત્સ ગોસ્વામી, વી.એ જગદીશ જેવા નામ સામેલ રહેશે.
આઈપીએલ 2023માં તમામ રેકોર્ડ તોડ્યા બાદ જીયો સિનેમા દર્શકો માટે તેમની મનપસંદ રમત જોવાનો અનુભવ ફરી બમણો કરવા તૈયાર છે. દર્શકો 50 ઓવરની લાઈવ ક્રિકેટ એક્શન અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, બંગાળી, ભોજપુરી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં પણ જોઈ શકશે. લાઇવ વ્યુવિંગના એક્સપીરિયંસને બહેતર બનાવવા માટે આ સિરીઝને જીયો સિનેમા પર 4કેમાં સ્ટ્રીમ કરવામાં આવશે.