પાકિસ્તાન મોટા પ્રમાણમાં હથિયાર-ડ્રગ્સ ભારતમાં ઘૂસાડવાની ફિરાકમાં

Spread the love

ઈન્ટેલિજન્સ ઈનપુટમાં પાકિસ્તાનથી ભારત સુધીનો આખો સપ્લાય રૂટ પણ શેર કરવામાં આવ્યો છે જેથી સુરક્ષા દળો તે રૂટ પર એલર્ટ રહે


શ્રીનગર
જમ્મુ-કાશ્મીરમાં શાંતિ આતંકવાદીઓથી જોઈ નથી શકાતી. ગુપ્તચર એજન્સીઓને ઈનપુટ મળ્યા છે કે, પાકિસ્તાન ભારતને મોટા પ્રમાણમાં હથિયારો અને ડ્રગ્સ સપ્લાય કરવાની ફિરાકમાં છે. એવા ઈનપુટ છે કે આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન શ્રીનગરમાં ભારતની સરહદ પર પાકિસ્તાનથી ડ્રગ્સ અને હથિયારોનો જથ્થો સપ્લાય કરવાની તૈયારી કરી રહ્યું છે પરંતુ હથિયારો અને ડ્રગ્સની માત્રાનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો.
ઈન્ટેલિજન્સ ઈનપુટમાં પાકિસ્તાનથી ભારત સુધીનો આખો સપ્લાય રૂટ પણ શેર કરવામાં આવ્યો છે જેથી સુરક્ષા દળો તે રૂટ પર એલર્ટ રહે. બીજી તરફ ભારતને આ કન્સાઈનમેન્ટ સપ્લાય કરનાર માસ્ટરમાઈન્ડ હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકવાદી છે જે 1992-93થી પાકિસ્તાનમાં રહે છે અને ત્યાંથી તે ભારત વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યો છે.
આ ઈનપુટ બાદ સુરક્ષા દળોને પહેલા કરતા વધુ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. ગુપ્તચર એજન્સીઓએ તે રૂટ શેર કર્યો છે કે જેના દ્વારા આતંકવાદી હથિયારોનો કન્સાઈનમેન્ટ ભારત પહોંચવાની શક્યતા છે અને આ સમગ્ર રૂટ પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે જેથી આતંકવાદીઓ તેમના મનસૂબામાં સફળ ન થાય.
એક દિવસ અગાઉ જ ગુરુવારે પોલીસે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાંથી પંજાબના બે ડ્રગ સ્મગલરની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, તેઓએ પંજાબમાંથી બે ડ્રગ પેડલરની ધરપકડ કરીને આંતરરાજ્ય ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. તસ્કરોના કબજામાંથી આશરે 22 કિલો હેરોઈન જેવો પદાર્થ મળી આવ્યો હતો. બંને તસ્કરોની રાજૌરી જિલ્લાના સુંદરબની વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *