શ્રીલંકા સામેની મેચમાં પાકિસ્તાની ટીમે પાંચ ફેરફાર કર્યા

Spread the love

ઓપનર ફખર ઝમાન, સલમાન અલી આગા, નસીમ શાહ, હારિસ રઉફ અને ફહીમ અશરફ શ્રીલંકા સામેની મેચમાં પાક. ટીમમાંથી બહાર


કોલંબો
એશિયા કપ 2023ના સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાનની ટીમ ખુબ ઉત્સાહ સાથે મેદાન પર ઉતરી હતી. ગ્રુપ મેચમાં વરસાદના કારણે મેચ રદ્દ થઇ હતી. ટોસ જીતીને ભારતે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 266 રનના સ્કોર પર ભારત ઓલઆઉટ થઇ ગયું હતું. ત્યાર બાદ વરસાદના કારણે મેચ ફરી શરુ થઇ શકી ન હતી. પાકિસ્તાને ભારતને ઓલઆઉટ કર્યા બાદ ભારતીય ટીમ સામે બેટિંગ કર્યા વિના વિચારી લીધું કે પાકિસ્તાન ટીમ ભારતીય ટીમ પર ભારે પડે છે. પરંતુ સુપર-4માં ભારતે પાકિસ્તાનને 228 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમ સામે મળેલી હારથી પાકિસ્તાની ટીમમાં ખળભળાટ મચી ગયો છે.શ્રીલંકા સામે કરો યા મારોની સ્થિતિમાં પાકિસ્તાન ટીમમાં 5 મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.
એશિયા કપ સુપર-4 મેચ પહેલા પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમે મીડિયા સમક્ષ કહ્યું કે તેમની ટીમનું પલડું ભારતીય ટીમ સામે ભારે છે. આ વાત કહેતા પહેલા તેણે એકવાર પણ એ ન વિચાર્યું કે તે જે ટીમની વાત કરી રહ્યો છે તે ક્રિકેટ જગતની બેસ્ટ ટીમોમાંની એક છે. પછી શું હતું ભારતીય ટીમે પાકિસ્તાનને બતાવી દીધું કે ભારતીય ટીમ શું છે. મેચમાં પહેલા કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે પાકિસ્તાની બોલરને ધોયા ત્યાર પછી વિરાટ કોહલી અને કે.એલ રાહુલે સદી ફટકારી હતી. ભારત સામે 228 રનથી મળેલી કારમી હારથી બાબર આઝમ સહિત સમગ્ર પાકિસ્તાનની બોલતી બંધ થઇ ગઈ હતી.
એશિયા કપ 2023ના સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ માટે અનુકુળ પિચ પર પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમના અનુભવી બેટ્સમેનોએ પાકિસ્તાની બોલર્સને જોરદાર ધોલાઈ કરી અને પાકિસ્તાન સામે 356 રનનો વિશાલ સ્કોર ઉભો કરી દીધો હતો. ત્યાર પછી ભારતીય બોલરોએ પોતાનું જોર બતાવ્યું અને પાકિસ્તાનની આખી ટીમ 128 રનમાં સમેટાઈ ગઈ હતી.
ભારત સામે મળેલી હારથી પાકિસ્તાની ટીમમાં ખળભળાટ મચી ગયો હતો. શ્રીલંકા સામે મેચ પહેલા પાકિસ્તાન ટીમે 5 મોટા ફેરફાર કર્યા છે. પ્લેઇંગ ઈલેવન જાહેર કરતા પાકિસ્તાને જણાવ્યું કે ઓપનર ફખર ઝમાન, સલમાન અલી આગા, નસીમ શાહ, હારિસ રઉફ અને ફહીમ અશરફ આ મેચમાં પાકિસ્તાનનો ભાગ નહી હોય. નસીમ શાહ, હારિસ રઉફ અને આગ સલમાન ઈજાના કારણે મેચ નહી રમી શકે. જયારે ઓપનર ફખર ઝમાન મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. આ બધા છેલ્લા કેટલાક સમયથી ટીમની જીતના હીરો રહ્યા છે, પરંતુ ભારત સામે મળેલી હારે દરેકને બહારનો રસ્તો બતાવી દીધો છે.

Total Visiters :173 Total: 1499399

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *