આમિરની પુત્રી આયરા 3 ઓક્ટોબરે મંગેતર નુપૂર શિખર સાથે કોર્ટ મેરેજ કરશે

Spread the love

તમામ ફંક્શન રાજસ્થાનના ઉદયપુરમાં થશે, આ ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલશે, આ ફંક્શનમાં મિત્રોની સાથે ફેમિલી મેમ્બર સામેલ થશે


મુંબઈ
બોલીવૂડના મિસ્ટર પર્ફેક્સનિસ્ટ કહેવાતા એવા આમિર ખાનની પુત્રી આયરાએ હજુ સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો નથી. પરંતુ તે લોકો વચ્ચે ખુબ ફેમસ છે. તેને સોશ્યલ મીડિયા પર લાખો લોકો ફોલો કરે છે. આયરા પણ પોતાના ફેન્સ સાથે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફથી જોડાયેલી વાતો શેર કરતી હોય છે. હવે આયરાના ફેન્સ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. આયર તેના મંગેતર નુપૂર શિખરે સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે.
આમિર ખાન અને રીના દત્તાની પુત્રી આયરા આવતા મહિને લગ્ન કરવા જઈ રહી છે. મળેલા અહેવાલો મુજબ આયરા તેના મંગેતર નુપૂર શિખરે સાથે 3 ઓક્ટોબરના રોજ કોર્ટ મેરેજ કરવાની છે. ત્યારબાદ તમામ ફંક્શન રાજસ્થાનના ઉદયપુરમાં થશે. આ ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલશે. આ ફંક્શનમાં મિત્રોની સાથે ફેમિલી મેમ્બર સામેલ થશે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો આ ફંક્શનમાં સામેલ થવાના નથી. આમિર ખાન દીકરીના લગ્નને લઈને ખુબ ઉત્સાહિત છે અને તે તૈયારીઓમાં લાગેલો છે.
આયરા અને નુપૂરની સગાઇ નવેમ્બર 2022માં થઇ હતી. સગાઇમાં બોલીવૂડના ઘણાં સેલેબ્સ સામેલ થયા હતા. સગાઇના ઘણાં ફોટોસ અને વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા જેમાં આમિર ખાન ડાન્સ કરતો પણ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *