ટ્રાફિકમાં ફસાયેલ બસ ડ્રાઈવરનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો
બેંગલુરૂ
ભારતમાં દિવસેને દિવસે શહેરોમાં ટ્રાફિક એ સૌથી મોટી સમસ્યા છે. જ્યાં જાઓ ત્યાં જામ છે. કેટલીકવાર તો આ ટ્રાફિકમાં કલાકોના કલાકો નીકળી જાય છે. એમાં પણ જો તમે દિલ્હી કે બેંગ્લોર જેવા શહેરોમાં રહો છો તો આ પ્રકારના દ્રશ્યો દરરોજ જોતા હશો. આવો જ હાલ એક ટ્રાફિકમાં ફસાયેલ બસ ડ્રાઈવરનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઈન્સ્ટાગ્રામ પર એક યુઝરે એક વિડિયો ક્લિપ શેર કરી છે. જેમાં જોઈ શકાય છે કે, બેંગલુરુના ટ્રાફિકમાં ફસાઈ ગયેલા બસના ડ્રાઈવરને લાગ્યું કે ટ્રાફિકમાંથી નીકળતા તેને ઘણો સમય લાગશે, તો તે ટ્રાફિક વચ્ચે જ બસમાં જમવાનું શરૂ કરી દીધું હતું. તમે કલ્પના કરી શકો છો કે લોકો કેટલા સમય સુધી ટ્રાફિકમાં અટકાયા હશે. એટલા માટે તે ડ્રાઈવર પોતાના સમયનો સદુપયોગ કરી ટ્રાફિકમાં જ પોતાનું જમવાનું જામી લે છે.
સોશિયલ મીડિયા પર બેંગલુરુના ઘણા વીડિયો સામે આવતા જોવા મળે છે, જેમાં લોકો ત્યાં ટ્રાફિક જામના કારણે ખૂબ જ પરેશાન જોવા મળે છે. કેટલીકવાર આ ટ્રાફિક જામ એટલો લાંબો હોય છે કે લોકો તેમની ફ્લાઇટ્સ અને ઘણી મહત્વપૂર્ણ મીટિંગ પણ ચૂકી જાય છે. આ જામના કારણે કેટલાક લોકો સમયસર પહોંચી શકતા નથી. બીજી તરફ લોકોને સમયસર પહોંચવા કલાકો વહેલા ઘરેથી નીકળવું પડે છે.