મહાભારતના શકુની ગુફી પેન્ટલની તબિયત નાજૂક, હોસ્પિટલમાં દાખલ કરાયા

Spread the love

ગૂફી ઘણા સમયથી બીમાર હતા અને 31 મેના રોજ તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા


નવી મુંબઇ
સીરિયલ ‘મહાભારત’માં ‘શકુની મા’નું પાત્ર ભજવીને પ્રખ્યાત બનેલા ગૂફી પેન્ટલની તબિયત ખરાબ થયાના સમાચાર છે. ટીવી એક્ટ્રેસ ટીના ઘઈએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ગૂફી પેન્ટલની હાલત ગંભીર હોવાની પુષ્ટિ કરી છે. ગૂફી પેન્ટલને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગૂફી લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા છે અને તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે.
ટીના ઘઈએ ગુફી પેન્ટલની નાદુરસ્ત તબિયત વિશે માહિતી આપતા ઈન્સ્ટાગ્રામ પર ગુફી પેન્ટલની એક તસવીર શેર કરતા લખ્યુ કે,‘ગુફી પેન્ટલ જી મુશ્કેલીમાં છે. પ્રાર્થના કરો ઓમ સાંઈ રામ પ્રાર્થના, પ્રેયર્સ ફોર હિલિંગ..પ્રેયર્સ નીડેડ” અને ટીના ઘાઈની આ પોસ્ટ બાદ તમામ ચાહકો કોમેન્ટ બોક્સમાં પીઢ અભિનેતા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
મીડિયા અહેવાલો અનુસાર, ટીના ઘઈએ પણ કહ્યું છે કે, ગૂફી પેન્ટલના પરિવારના સભ્યોએ કોઈની સાથે કોઈપણ વિગતો શેર કરવાની મનાઈ કરી છે. ટીનાએ કહ્યું કે, ગૂફીના ઝડપી સ્વસ્થ માટે પ્રાર્થના કરો. ગૂફી ઘણા સમયથી બીમાર હતા અને 31 મેના રોજ તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
ગૂફી પેન્ટલના કરિયરની વાત કરીએ તો તેણે 1980ના દાયકામાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સાથે જ તે ટીવી સિરિયલોમાં પણ જોવા મળી હતી. જો કે, બીઆર ચોપરાની સીરીયલ મહાભારતમાં શકુની મામાનું પાત્ર ભજવીને તેમને ઓળખ મળી હતી. આજે પણ આ પાત્ર લોકોના મનમાં જીવંત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *