ગુજરાતમાં બે લાખ કરોડની કિંમતના નવીન રસ્તાઓના કામો ઝડપે ચાલી રહ્યા છે જેનાથી ગુજરાતના વિકાસમાં વધુ ઝડપ આવશે તેવી ગડકરીએ આશા વ્યક્ત કરી
વડોદરા
સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોય તો દેશનો વિકાસ થશે નહીં પરંતુ હવે ભારત સરકારે 2024 સુધીમાં અમેરિકા જેવા રસ્તા થઈ જાય એ પ્રમાણેના હાઇવે બનાવવાના પ્રોજેક્ટ ઝડપભેર પૂર્ણ કરાશે.
વડોદરા દુમાડ પાસે ફ્લાય ઓવર અને અંડર પાસના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન વિભાગના મંત્રી નીતિન ગડકરીએ આ મુજબ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, અમેરિકાના પ્રેસિડેન્ટ ઝોન એફ કેનેડીએ કહ્યું હતું કે રસ્તા સારા થયા છે તેને કારણે અમેરિકા સમૃદ્ધ થયું છે અગાઉ મહારાષ્ટ્ર સરકારમાં પણ મને કામ કરવાની તક મળી હતી ત્યારબાદ પ્રધાનમંત્રી જ્યારે અટલજી હતા ત્યારે મને ચર્ચા માટે બોલાવ્યો હતો તે સમયે ગ્રામ સડક યોજના નો અમલ કરવાનો પ્રોજેક્ટનું સૂચન કર્યું હતું અને આજે દેશભરમાં અનેક ગામડાઓ ને મુખ્ય રસ્તાથી જોડવામાં આવ્યા છે.
નિતીન ગડતરીએ જણાવ્યું હતું કે વર્ષ 2024 સુધીમાં દેશના તમામ હાઇવે રસ્તા અમેરિકા જેવા થઈ જશે તેમણે ઉમેર્યું હતું કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈને મળ્યો હતો ત્યારે તેમણે ગુજરાતમાં દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજ તૈયાર કરવાનું સૂચન કર્યું હતું તે પ્રમાણે રૂપિયા 1200 કરોડના ખર્ચે સિગ્નેચર બ્રિજ જન્માષ્ટમીના દિવસે તૈયાર થઈ જશે જેનું ઉદ્ઘાટન કરવા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે તેમ તેમણે ખાતરી આપી છે.
તેમણે ગુજરાતમાં બે લાખ કરોડની કિંમતના નવીન રસ્તાઓના કામો ઝડપે ચાલી રહ્યા છે જેનાથી ગુજરાતના વિકાસમાં વધુ ઝડપ આવશે તેવી આશા વ્યક્ત કરી હતી તેમણે એમ પણ જણાવ્યું હતું કે, દેશમાં અકસ્માત થી દોઢ લાખ લોકોના મરણ થાય છે જેને કારણે 3% જીડીપીને નુકસાન થાય છે ત્યારે હવે હાઇવે પર થતા અકસ્માતને અટકાવવા બ્લેક સ્પોટના નિવારણ માટે દરેક જિલ્લા કક્ષાએ અકસ્માત નિવારણ સમિતિની રચના કરવામાં આવી છે જેના કારણે મૃત્યુદરમાં 22% નો ઘટાડો થયો છે.