નાનાં બાળકો માટેની એક ઍક્સક્લુઝિવ શ્રેણી જે મિલેટ, ઑટ્સ અને
રાગી જેવાં આખા ધાન્યોના પોષણની સારપ સાથે આવે છે

બેંગ્લોર
ભારતની અગ્રણી હૅલ્થ ફૂડ બ્રાન્ડમાંથી એક, યોગા બાર હવે પોતાના વૈવિધ્યસભર પ્રોડક્ટ પોર્ટફોલિયોના પ્રોડક્ટ પરિવારને વધુ એક હૂંફભર્યા વધારા સાથે વધુ વ્યાપક બનાવે છે. યોગા બૅબીનું સ્વાગત કરવા તૈયાર થઈ જાવ – એક આરોગ્યવર્ધક નવી શ્રેણી, જે પરિવારોના સૌથી નાના સભ્યોની અનોખી પોષણ જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિચારપૂર્વક રચવામાં આવી છે. રુચિકર પોરીજ મિક્સની આ નવી શ્રેણી પાંચ વૈવિધ્યોમાં આવે છે- સ્પ્રાઉટેડ રાગી ઍન્ડ મૅન્ગો, સ્પ્રાઉટેડ રાગી સ્ટ્રૉબૅરી, સ્પ્રાઉટેડ રાગી ઍન્ડ ઑટ્સ અને ઑટ્સ, ડૅટ્સ ઍન્ડ મિલેટ્સ.
માતા અને દાદીઓ દ્વારા વારસામાં ભેટરૂપે મળેલી પારંપારિક રેસિપીઝથી યોગા બૅબી પ્રેરિત છે. અનેક સદીઓથી આપણી સંસ્કૃતિનો સ્વાભાવિક ભાગ એવાં જાડાં ધાન્યો (મિલેટ્સ)ને આ શ્રેણીમાં સમાવી લેવામાં આવ્યાં છે. આ ઉત્પાદનોનું દરેક તત્વ સાવચેતીપૂર્વક અને નૈતિક રીતે મેળવવામાં આવ્યું છે. પોષણથી સમૃદ્ધ આ સંયોજનોને સર્વોત્તમ મિલેટ્સ, ઑટ્સ અને રાગી જેવા આખા અનાજનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યા છે. માતાઓ અને વાલીઓ પોતાનાં મૂળિયાં સાથે જોડાય, જેથી પોતાનાં સંતાનોને પોષણની ભેટ આપી શકે- આ નક્કર પ્રતિબદ્ધતા સાથે યોગા બૅબી બજારમાં પ્રવેશી રહ્યું છે.
એક સમર્પિત માતા અને યોગા બારનાં સહ-સંસ્થાપિકા અને સીઈઓ સુહાસિની સંપથે યોગા બૅબીનું સર્જન પોતાની નાની દીકરી માટે કર્યું છે.