પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બલોચે આ નકશાનો વિરોધ કર્યો
નવી દિલ્હી
સંસદમાં રજૂ કરાયેલા અખંડ ભારતના નકશાને જોઈને પાકિસ્તાનને બળતરા થઈ ગઈ છે અને હવે પાકિસ્તાને ઉટપટાંગ આક્ષેપો શરૂ કરી દીધા છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બલોચે આ નકશાનો વિરોધ કરીને કહ્યુ છે કે, અખંડ ભારતના ચીત્ર તેમજ ભાજપના નેતાઓ જે પ્રકારના નિવેદનો આપી રહ્યા છે તે જોઈને ભારે હેરાની થઈ રહી છે. આ પ્રકારનો નકશો ભારતની વિસ્તારવાદી વિચારસરણીને દર્શાવી રહ્યો છે. ભારત પાડોશી દેશોને ગુલામ બનાવવા માંગે છે અને લઘુમતીઓને પરાધીન બનાવવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા નેપાળે પણ ભારતની સંસદના નકશા પર આપત્તિ દર્શાવી છે. ભારતે આ નકશામાં લુંબિની અને કપિલવસ્તુને અખંડ ભારતનો હિસ્સો ગણાવ્યા છે. જ્યારે નેપાળનુ કહેવુ છે કે, આ બંને વિસ્તારો નેપાળના છે ત્યારે ભારત કેવી રીતે તેને પોતાના નકશામાં સ્થાન આપી શકે?
ઉલ્લેખનીય છે કે, સંસદમાં જે નકશો દર્શાવવામાં આવ્યો છે તેમાં અફઘાનિસ્તાન, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, તિબેટ અને શ્રીલંકાને અખંડ ભારતનો હિસ્સો બતાવવામાં આવ્યા છે.