16 ઓક્ટોબર સુધી 32 હજાર ફાર્માસિસ્ટ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન બાદ નવ નવેમ્બરે પરિણામ જાહેર થશે
અમદાવાદ
ગુજરાત ફાર્મસી કાઇન્સિલ પર કબજો જમાવવા વિકાસ પેનલ અને એબીવીપી તથા ધી ગુજરાત સ્ટેટ કેમ્સ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનન્સની સંયુક્ત પેનલ વચ્ચે જંગ થશે. સાદી ટપાલથી યોજાતી ચૂંટણી હવે રજિસ્ટર એડિથી જ યોજાવાની હોઈ વધુ રસાકસીભરી બને એવી શક્યતા છે. જોકે, ભાજપના મેન્ડેટથી ચૂંટણીમાં ઝંપલાવ્યા બાદ પક્ષે વિકાસ પેનેલના મોવડીના કૌભાંડથી લાજ બચાવવા પેનલ રદ કરી દેતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ધી ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ત એસોસિએશે સંયુક્ત રીતે તેમની પેનલને ચૂંટણીમાં ઊતારી છે.
ફાર્મા ગૌરવ પેનલે એબીવીના ત્રણ અને એફજીએસસીડીએના ત્રણ ઉમેદવારોને ચૂંઠણીમાં ઊતાર્યા છે. જે ઉમેદવારોમાં મહેસાણાના તન્મય પટેલ, અમદાવાદના જીતુલ પટેલ, વડોદરાના હસમુખ વાઘેલા, મહેસાણાના હિતેન્દ્ર પટેલ, રાજકોટના સત્યેન પટેલ અને સુરતના ભાખાલાલ ગોયાણીનો સમાવેશ થાય છે. ગૌરવ પેનલે ચૂંટણી માટે બહાર પાડેલા સંકલ્પ પત્રમાં ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ ના રિજનલ હેલ્પ સેન્ટર જોન પ્રમાણે ચાલુ કરવા, ગુજરાત રાજ્ય ના તમામ રજીસ્ટર ફાર્મસીસ્ટ ને જીવન વીમો અને એક્સીડન્ટ વીમોં આપવા અને ગુજરાત રાજ્ય માં અલગ અલગ વિભાગ માં ફરજ બજાવતા ફાર્મસીસ્ટ ને એક રૂફ નીચે લાવી ફાર્મસીસ્ટ ના હક નું રક્ષણ કરવા સહિતના અગત્યના મુદ્દાઓ ઉપરાંત ઓનલાઇન ફાર્મસી બંધ કરાવવા ના પ્રયત્યનો ચાલુ છે અને એ ઓનલાઇન ફાર્મસી બંધ થાય ત્યાં સુધી કરતા રહેવાની વાતનો સમાવેશ કર્યો હતો.
જશુભાઈ પટેલે આ બાબતે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ફાર્માસી કાઉન્સિલની ચૂંટણીનું પોસ્ટલ બેલેટ શરૂ થઈ ગયું છે અને તે 16 ઓક્ટોબર સુધી ચાલશે. ચૂંટણીના પરિણામ નવ નવેમ્બરે જાહેર કરાશે. ચૂંટણીમાં વિકાસ પેનલ અને ફાર્મા ગૌરવ પેનલના 6-6 સહિત 31 ઉમેદવાર મેદાનમાં છે. દરેક મતદારે છ મત આપવાના હોય છે.