દેવ શાહને ઇનામ તરીકે 50,000 ડોલર,આશરે રૂ. 41 લાખ મળ્યા
ફ્લોરિડા
અમેરિકાના ફ્લોરિડામાં રહેતા 14 વર્ષના દેવ શાહે ‘નેશનલ સ્પેલિંગ બી’નો ખિતાબ જીત્યો છે. ગુરુવારે રાત્રે 2023 સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી ટાઇટલ જીતનાર દેવ શાહને ઇનામ તરીકે 50,000 ડોલર (આશરે રૂ. 41 લાખ) મળ્યા હતા. દેવ શાહે સેમોફાઈલનો સાચો સ્પેલિંગ જણાવીને ખિતાબ જીત્યો હતો. આ પ્રસંગે દેવ શાહે જણાવ્યું હતું કે મારા પગ હજુ પણ ધ્રૂજી રહ્યા છે. તે માની શકતો નથી કે આ ટાઇટલ તેના નામે થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે દેવ શાહ માટે નેશનલ સ્પેલિંગ બી ટાઈટલ જીતવાની આ ત્રીજી અને છેલ્લી તક હતી.
મેરીલેન્ડમાં આ સ્પર્ધા જીત્યા બાદ દેવ શાહે કહ્યું, “શું તે સાચું છે! મારા પગ હજુ પણ ધ્રૂજી રહ્યા છે.” દેવ શાહે જણાવ્યું કે ગયા વર્ષે કોરોના મહામારીને કારણે તે પ્રાદેશિક ‘સ્પેલિંગ બી’ સ્પર્ધામાં ભાગ લઈ શક્યો ન હતો. પરંતુ સખત મહેનતથી તેણે આ વર્ષે ‘સ્ક્રીપ્સ નેશનલ સ્પેલિંગ બી’નો ખિતાબ જીત્યો.
દેવ શાહ માટે નેશનલ સ્પેલિંગ બી ટાઈટલ જીતવાની આ ત્રીજી અને છેલ્લી તક હતી. મેરીલેન્ડમાં આ સ્પર્ધા જીત્યા બાદ દેવ શાહે કહ્યું, “શું તે સાચું છે! મારા પગ હજુ પણ ધ્રૂજી રહ્યા છે.” દેવ શાહે જણાવ્યું કે ગયા વર્ષે કોરોના મહામારીને કારણે તે પ્રાદેશિક ‘સ્પેલિંગ બી’ સ્પર્ધામાં ભાગ લઈ શક્યો ન હતો. પરંતુ સખત મહેનતથી તેણે આ વર્ષે ‘સ્ક્રીપ્સ નેશનલ સ્પેલિંગ બી’નો ખિતાબ જીત્યો.
સેમોફાઈલ શબ્દએ દેવ શાહને આ સ્પર્ધા જીતાડી હતી. તેણે કહ્યું, “ગ્રીકમાં સામો એટલે રેતી? અને ગ્રીકમાં ફાઈલ એટલે પ્રેમ.” આ સ્પેલિંગ સ્પર્ધામાં વિશ્વભરમાંથી 11 મિલિયન લોકોએ ભાગ લીધો હતો, જેમાંથી માત્ર 11 વિદ્યાર્થીઓ જ ફાઇનલમાં પ્રવેશી શક્યા હતા. આ સ્પર્ધાની પ્રારંભિક મેચ મંગળવારથી શરૂ થઈ હતી, જ્યારે ક્વાર્ટર ફાઈનલ અને સેમિફાઈનલ બુધવારે શરૂ થઈ હતી.