કેનેડાના નાગરિકો માટેની વિઝા સર્વિસ અટકાવવા ભારતનો નિર્ણય

Spread the love

પેટાઃ ઓનલાઈન વિઝા એપ્લિકેશન સેન્ટર બીએલએસ ઈન્ટરનેશનલે આ માહિતી આપી, કેનેડાના નાગરિકો હાલ ભારત નહીં આવી શકે

નવી દિલ્હી

ભારત સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. કેનેડાના નાગરિકો માટે વિઝા સર્વિસ અટકાવવાનો નિર્ણય લેવાયો છે. કેનેડા અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કેનેડાના નાગરિકો હાલ ભારત નહીં આવી શકે. ઓનલાઈન વિઝા એપ્લિકેશન સેન્ટર બીએલએસ ઈન્ટરનેશનલે આ માહિતી આપી હતી. આગામી નોટિસ સુધી આ વિઝા સર્વિસ બંધ રહેશે તેવી માહિતી અપાઈ છે.

મહત્ત્વનું છે કે અગાઉ ભારત સરકાર દ્વારા કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢવામાં આવ્યા હતા.  ત્યારબાદ ભારત સરકારે કેનેડામાં વસતાં ભારતીયો માટે એડવાઈઝરી પણ જાહેર કરી હતી. હવે આ ત્રીજી મોટી કાર્યવાહી કરતાં ભારત સરકારે કેનેડામાં વિઝા સેવા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે આ નિર્ણય આગામી નિર્ણય સુધી લાગુ રહેશે. તેના હવે કેવા પડઘા પડશે તે અંગે જોવાનું રહ્યું. 

વિઝા કન્સલ્ટન્સી ફર્મના અહેવાલ અનુસાર, એક મહત્ત્વની નોટિસ  જાહેર કરાઇ છે. તેમાં જણાવાયું છે કે આ નિર્ણય ઓપરેશનલ કારણોસર લેવાયો છે. તેમાં જણાવાયું છે કે ભારતીય મિશન તરફથી મહત્વપૂર્ણ માહિતી એ છે કે ઓપરેશનલ કારણોસર ભારતીય વિઝા સેવાઓ ગુરુવાર (21 સપ્ટેમ્બર 2023) થી આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર મળેલી ધમકીઓના પગલે ભારતમાં સ્ટાફ એડજસ્ટ કરવા માટે આ નિર્ણય લેવાયાનું જણાવાયું હતું.
આ માટેની કોઈ ઔપચારિક જાહેરાત થઈ નથી. બીએલએસ ઈન્ટરનેશનલ, જે કેનેડામાં વિઝા એપ્લીકેશન સેન્ટર ધરાવે છે, તેમણે પોતાની કેને઼ડિયન સાઈટ પર સંદેશો પોસ્ટ કર્યો છે. જેમાં લખ્યું છે કે ગુરુવાર, 21 સપ્ટેમ્બર,2023થી ભારતીય વિઝા સેવા અનિશ્ચિત મુદત માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. આ માટે ઓપરેશનલ રીઝન હોવાનું જણાવવામાં આવ્યું છે. કોરોના મહામારી બાદ પહેલીવાર આ રીતે વિઝા સર્વિસ સસ્પેન્ડ કરવામાં આવી છે. ગઈકાલે ભારતીય વિદેશી બાબતોના ખાતાએ કેનેડા રહેતા ભારતીયોને સાવચેત રહેવા માટે એડવાઈઝરી બહાર પાડી હતી.
જોકે બન્ને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવયુક્ત વાતાવરણને લીધે ત્યાં અભ્યાસ કરતા અને ત્યાં જઈ અભ્યાસ કરવા જવા ઈચ્છતા અને વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા ચિંતામાં આવી ગયા છે. આ સાથે ટ્રેડ ઈન્ડ્સ્ટ્રી પણ ચિંતા અનુભવે છે કારણ કે બન્ને દેશો વચ્ચે વિવિધ વેપાર-ધંધા વિકસેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *