વર્લ્ડકપની ટીમમાં અશ્વિના સમાવેશના કોચ દ્રવિડના સંકેત

Spread the love

પેટાઃ ઈજાગ્રસ્ત અક્ષર પટેલના સ્થાને અશ્વિનને ટીમમાં સ્થાન આપવા અંગે કોચે ફોડ પાડ્યો

નવી દિલ્હી

આઈસીસી વનડે વર્લ્ડ કપમાં ભારત કઈ ટીમ સાથે મેદાનમાં ઉતરશે તે મુદ્દે ઘણી વાતો કરવામાં આવી. 5 સપ્ટેમ્બરે આખરે સિલેક્ટર્સે ટીમની જાહેરાત કરી. આઈસીસીએ ટીમમાં પરિવર્તન માટે 28 સપ્ટેમ્બર સુધીની અંતિમ તારીખ નક્કી કરી છે. ટીમ ઈન્ડિયાની ફાઈનલ ટીમને નક્કી કરવાની છે. એક પરિવર્તનની આશા છે જે મુદ્દે અત્યારે ચર્ચા થઈ રહી છે. 

ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બરની વચ્ચે આ વખતે વનડે વર્લ્ડ કપ રમવાની છે. ટુર્નામેન્ટ માટે પસંદ કરવામાં આવેલી ટીમ ઈન્ડિયામાં એક પરિવર્તનની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. એશિયા કપ દરમિયાન ઓલરાઉન્ડર અક્ષર પટેલને ઈજા પહોંચી અને તે બાદ જ તમામ રમત શરૂ થઈ ગઈ. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પસંદ કરવામાં આવેલી વનડે ટીમમાં અચાનકથી આર અશ્વિનની એન્ટ્રીએ સૌને ચોંકાવી દીધા. હવે ચર્ચા એ છે કે અક્ષરના સ્થાને તેમને વર્લ્ડ કપ ટીમમાં સ્થાન આપવામાં આવશે.

ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે વર્લ્ડ કપ ટીમમાં પરિવર્તનની તરફ ઈશારો કર્યો. તેમણે આર અશ્વિન અંગે જે રીતે જોર આપીને તેમની ઉપયોગિતા જણાવી તે દર્શાવી રહ્યુ હતુ કે તેમનું સ્થાન ટીમમાં બનાવી ચૂકાયુ છે. રાહુલ દ્રવિડે કહ્યુ, ‘હુ એ નહીં કહુ કે આ તેના (અશ્વિન માટે) માટે ટ્રાયલ કે કંઈ બીજુ છે, અમને તેના લેવલની જાણ છે. આ તેની પાસે આ પ્રકારે રમવાની તક છે અને અમે બસ તેને 2 કે 3 મેચ રમવાની તક આપવા માંગીએ છીએ.’

આર અશ્વિનનું સ્થાન વર્લ્ડ કપ ટીમમાં પાક્કુ થઈ ચૂક્યુ છે. કોચ રાહુલ દ્રવિડે કહ્યુ, જો આપણી પાસે અશ્વિન જેવો ખેલાડી છે તો કોઈકને ઈજા પહોંચવા પર આપણે કોઈ અન્ય પર વિશ્વાસ કરી શકીએ છીએ, આ આપણા માટે દુઆની જેમ છે. આ તેના માટે પોતાને પારખવાની તક છે કેમ કે તે લાંબા સમયથી 50 ઓવરની ક્રિકેટ રમ્યો નથી. કોચનું આ નિવેદન સ્પષ્ટ જણાવી રહ્યુ છે કે અક્ષરની ઈજા બાદ તેમના સ્થાને અશ્વિન વર્લ્ડ કપ ટીમમાં સ્થાન બનાવશે. 

અશ્વિનને 19 મહિના બાદ આ ફોર્મમાં રમાડવાના મુદ્દે રાહુલ દ્રવિડે કહ્યુ, અશ્વિન જેવો ખેલાડી તમને અનુભવ આપે છે. આઠમા નંબર પર બેટિંગથી યોગદાન આપવાની ક્ષમતા. એવી વ્યક્તિ જેના વિશે તક બનવાની સ્થિતિમાં અમે હંમેશા વિચાર્યુ છે, જે આખરે આપણી યોજનાનો ભાગ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *