એન.આઈ.એ કેનેડાની આર.સી.એમ.પી. સાથે ૨૦૨૦માં એક એમઓયુ પણ સાઈન કર્યું હતું છતાં તેમાં કોઈ પરિણામ આવ્યું નહીં

નવી દિલ્હી
૨૦૧૪માં થયેલાં આતંકી તોફાનો પછી ભારતીય સલામતી એજન્સીઓએ કેનેડાની સલામતી એજન્સીઓનો સંપર્ક સાધી તેમને જણાવ્યું હતું કે, ખાલીસ્તાનીઓ તમારા દેશમાં આશ્રય લઈ રહ્યાં છે, ત્યારે ઓટવાએ કહ્યું હતું કે ભારતીય જાસૂસી માહિતી અમોને મળી જ નથી. આવું કોઈ વ્યવસ્થિત તંત્ર અમારા દેશમાં છે જ નહીં. વળી જાસૂસી માહિતી તે પુરાવો કરી પણ શકાય નહીં.
આ પછી એન.આઈ.એ કેનેડાની આર.સી.એમ.પી. (જાસૂસી) સંસ્થા સાથે ૨૦૨૦માં એક મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેન્ડીંગ (એમઓયુ) પણ સાઈન કર્યું હતું છતાં તેમાં કોઈ પરિણામ આવ્યું નહીં. કારણ કે ટ્રુડો સરકારે ‘વોટ બેન્ક પોલિટિક્સ’ને અનુસરી ખાલિસ્તાનીઓને ‘સેઇફ હેવન’ આપવાનું ચાલુ રાખ્યું હતું.
ભારતીય જાસૂસી તંત્રે તાજેતરમાં મેળવેલી માહિતી ઉપરથી એક ‘ડોસ્સીયર’ તૈયાર કર્યું હતું. જેમાં કેનેડાના નાગરિકો બની રહેલા કેટલાયે શિખોનાં પ્રતિબંધિત તેવા ‘ઈન્ટરનેશનલ શિખ યુથ ફેડરેશન’ (આઈએસવાયએફ) અને ખાલિસ્તાન લિબરેશન ફોર્સ (કે.એલ.એફ) સાથેનાં જોડાણો નોંધવામાં આવ્યાં છે. એક તરફ નિજ્જર ખાલીસ્તાનીઓને ‘શસ્ત્ર-સજ્જ’ કરી રહ્યો હતો ત્યારે ટ્રુડોએ (વોટ બેન્ક પોલિટિક્સને લીધે) ‘આંખ આડા કાન’ કરે જ રાખ્યા હતા. આ પૈકી એક ગુરજિત સિંહ ચીમા છે. ૫૦ વર્ષનો આ ચીમા ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરે છે. તે પંજાબથી કેનેડા જઈ વસ્યો છે અને આઈએસવાયકે, કેએલએફનો સભ્ય છે. ટોરેન્ટો સ્થિત, ‘સિંઘ ખાલસા સેવા કલબનો સભ્ય છે.’ અત્યારે તે બેમ્પટન ઓનીટોેરિયોમાં વસે છે.
તે ૨૦૧૭માં ભારત આવ્યો હતો તે સરબજિતે આતંકી જૂથમાં જોડાવા સમજાવ્યો હતો.
ગુરજિન્દર સિંઘ પન્નુ ૨૮ વર્ષનો પન્નુ અત્યારે ઓન્તોરિયોનાં ઈસ્ટ હેલિન્ટનમાં રહે છે તે પણ આઈએસવાયકે, કેએલએફનો સક્રિય કાર્યકર છે. તે માર્ચ ૨૦૧૭માં ભારત આવ્યો હતો અને સ્થાનિક શસ્ત્રો ખરીદી તેણે ગ્વાલિયરમાં બલ્કારસિંહને પહોંચાડયા હતાં.
તેણે ગુરજિતસિંહ ચીમાની જેમ પાકિસ્તાન પાસેથી પણ શસ્ત્રો મેળવ્યાં હતાં.
૩૮ વર્ષનો ગુરપ્રીતસિંઘ બ્રાર કેનેડીયન પાસપોર્ટ નં. એચ-1820001 ધરાવે છે તે બ્રિટિશ કોલંબિયા સ્થિત સરે શહેરનો રહેવાસી છે અને ચીમાની જેમજ સિંઘ ખાલસા સેવા કલબનો સભ્ય છે. બ્રારે અને ચીમાએ સાથે મળી એક સબ-કલબ તે માર્ચ ૨૦૧૬માં ભારત આવ્યો હતો ત્યારે ગુરપતસિંઘે તેને બ્રેઇન વોશ કરી ત્રાસવાદી પ્રવૃત્તિમાં જોડાયો હતો.
આ ગુરપત સિંઘ ખતરનાક છે. તે શિખ યુવાનોને ‘બ્રેઇન વોશ’ કરે છે. શસ્ત્રો આપે છે, તે શસ્ત્રો ચીમા જેવા એક્ટિવિષ્ટ મારફત યુવાનોને પહોંચાડાય છે.