આ મામલે રાજ્ય સરકારે તાત્કાલિક અને નિર્ણાયક કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું

ઈમ્ફાલ
હિંસા પ્રભાવિત પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ઈન્ટરનેટ સેવાઓ બહાલ થઈ ચૂકી છે. જોકે તેના બાદ જુલાઈ મહિનામાં ગુમ થયેલા બે વિદ્યાર્થીઓના શબની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. આ મામલે રાજ્ય સરકારે તાત્કાલિક અને નિર્ણાયક કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું હતું.
મુખ્યમંત્રી કાર્યાલય વતી જણાવાયું કે આ મામલે સીબીઆઈએ પહેલાથી જ તપાસ સોંપાઈ છે. બંને વિદ્યાર્થીઓની ઓળખ 17 વર્ષના હિજામ લિનથોઈનગાંબી અને 20 વર્ષીય ફિજામ હેમજીત તરીકે થઈ હતી. રાજ્ય સરકારે આ મામલે કહ્યું કે અમે સોશિયલ મીડિયા પરની આ તસવીરો ધ્યાને લીધી છે. આ મામલે સીબીઆઈ તપાસ કરી રહી છે.
નિવેદનમાં આગળ જણાવાયું કે મણિપુર પોલીસ કેન્દ્રીય તપાસ એજન્સીઓ સાથે મળીને બંને વિદ્યાર્થી ગુમ થવાના કેસમાં તપાસ અને હત્યાના આરોપીઓની ઓળખ કરવા સક્રિય રીતે તપાસ કરી રહી છે. તેના માટે અભિયાન શરૂ કરી દેવાયું છે. નિવેદનમાં કહેવાયું છે કે આ મામલે સામેલ તમામ અપરાધીઓ સામે નિર્ણાયક અને ત્વરીત કાર્યવાહી કરાશે.