બાયજુસમાં કોસ્ટ કટિંગનો પ્લાન તૈયાર, 4000 કર્મીની છટણી થશે

Spread the love

ભારતમાં બાયજુસના સીઈઓ તરીકેનો પદભાર સંભાળનારા અર્જુન મોહને કંપનીના મેનેજમેન્ટને આ પ્લાન વિશે જાણકારી આપી

નવી દિલ્હી

દેશમાં સૌથી મોટી એજ્યુટેક ફર્મ બાયજુ (બાયજુસ) માં ફરી એક વખત કર્મચારીઓ પર છટણી (લે ઓફ) નું સંકટ જોવા મળી રહ્યું છે. કંપનીના સીઈઓ અર્જુન મોહનએ રિસ્ટ્રક્ચરિંગની કવાયત ઝડપી કરતાં કોસ્ટ કટિંગનો પ્લાન તૈયાર કર્યો છે. અહેવાલ અનુસાર આ વખતે લગભગ 4,000 કર્મચારીઓની છટણી કરવામાં આવી શકે છે. 

આ અંગે ગત અઠવાડિયે જ ભારતમાં બાયજુસના સીઈઓ તરીકેનો પદભાર સંભાળનારા અર્જુન મોહને કંપનીના મેનેજમેન્ટને આ પ્લાન વિશે જાણકારી આપી દીધી છે. એક અહેવાલ અનુસાર ફન્ડિંગની અછતનો સામનો કરી રહેલી  બાયજુસકંપની ઓપરેશનલ સ્ટ્રક્ચરને સરળ બનાવવા માટે કોસ્ટ કટિંગની યોજના બનાવી રહી છે. બિઝનેસ રિસ્ટ્રક્ચરિંગ કરવાની આ કવાયત હેઠળ તે કંપનીના કુલ વર્કફોર્સમાંથી 11 ટકા કર્મચારીઓની છટણી કરવાની યોજના ધરાવે છે. આ કર્મચારીઓની સંખ્યા આશરે 4000 હોઈ શકે છે. 

સૂત્રોના જણાવ્યાંનુસાર બેંગ્લુરુમાં આવેલી એડટેક કંપનીમાં કુલ કર્મચારીઓની સંખ્યા આશરે 35,000 છે. અગાઉ જૂન 2023 માં પણ કંપનીએ 1000 લોકોની છટણી કરી હતી. અહેવાલ અનુસાર નવી છટણીથી  બાયજુસને ઓપરેટ કરતી એન્ટિટી થિંક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમીટેડના ભારતીય કર્મચારીઓની સાથે જ આકાશના એમ્પ્લોઈઝ પર અસર થઈ શકે છે. 

ઉલ્લેખનીય છે કે અમેરિકી રોકાણકારોએ ગત વર્ષે બાયજુ (બાયજુસ) માં તેમની હોલ્ડિંગ ઘટાડી હતી. અમેરિકી એસેટ મેનેજર બ્લેકરોકએ કથિત રીતે એજ્યુટેક દિગ્ગજ બાયજુનું મૂલ્યાંકન લગભગ 50 ટકા ઘટાડી 11.5 અબજ ડૉલર કરી દીધી છે. ગત વર્ષે જૂન 2022માં કંપનીની વેલ્યૂ 22 અબજ ડૉલર આંકવામાં આવી હતી. 

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *