આ દરમિયાન સ્થળે હાજર અન્ય લોકો દર્શક બની ઉભા રહ્યા, આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ લોકો વૃદ્ધના વખાણ કરી રહ્યા છે
વારાણસી
ઉત્તરપ્રદેશના વારાણસીમાં એક બાળક વરસાદના કારણે રસ્તા પર ભરાયેલા પાણીમાં પડી ગયો હતો. તે પાણીમાં કરંટ હતો. જેના કારણે તે તરફડવા લાગ્યો હતો. આ દરમિયાન એક વૃદ્ધે હિંમત બતાવી બાળકનો જીવ બચાવ્યો હતો. આ દરમિયાન સ્થળે હાજર અન્ય લોકો માત્ર દર્શક બની ઉભા રહ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. લોકો વૃદ્ધના વખાણ કરી રહ્યા છે.
મળેલી માહિતી અનુસાર આ મામલો વારાણસીના ચેતગંજ પોલીસ સ્ટેશનના હબીબપુરા વિસ્તારનો છે. વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું. તે જગ્યાએ ઈલેક્ટ્રીક પોલ પણ હતો. આ પોલમાં કરંટ ઉતરી આવ્યો હતો. ત્યાં ઉભા રેહલા એક બાળકને કરંટ લગતા તે પાણીમાં પડી ગયો હતો. તે જ સમયે રસ્તા પરથી મુસાફરોને લઈને એક ઈ-રિક્ષા પસાર થઈ હતી. બાળકને કરંટના કારણે તરફરડા જોઈ રિક્ષા રોકાઈ ગઈ હતી.
બાળકને પાણીમાં તરફરડા જોઈ એક વૃદ્ધ વ્યક્તિ આગળ આવી તેને બચાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પરંતુ તેને પણ કરંટ લાગ્યો અને તે પાછળ ખસી ગયો હતો. આ દરમિયાન એક અન્ય વૃદ્ધ વ્યક્તિએ રસ્તા પર ટ્રાફિક રોકવા માટે હાથ બતાવ્યો હતો. ત્યારબાદ વૃદ્ધે એક વ્યક્તિ પાસેથી દંડો માંગો અને ફરી બાળકને દંડા વડે બચાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો હતો. વૃદ્ધે દંડો બાળક તરફ લંબાવ્યો અને બાળકે હાથથી પકડી લીધો. વૃદ્ધે બાળકને પોતાની તરફ ખેંચ્યો જેથી તે બાળકનો જીવ બચ્યો હતો.