નુબ્રા ખીણમાં સસોમાથી કારાકોરમ પાસથી નજીક ડીબીઓ સુધી 130 કિ.મી. લાંબો રોડ અંતિમ અને સૌથી પડકારજનક તબક્કામાં

નવી દિલ્હી
ભારત લદ્દાખમાં ખુદને મજબૂત કરવા માગે છે. એટલા માટે તે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) નજીક વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ચોકી તૈયાર કરવાના પ્રોજેક્ટનો પૂરો કરવાના પ્રયાસ કરી રહ્યું છે. તેની મદદથી એલએસી પર આવેલા આ વિસ્તારની કનેક્ટિવિટી વધી જશે. ખરેખર ભારત દોલત બેગ ઓલ્ડી સુધી એક નવો રોડ બનાવી રહ્યું છે જે દેશનું સૌથી ઉત્તરી મિલિટ્રી બેઝ છે.
અહેવાલ અનુસાર ચીન આ વિસ્તારમાં તેની ધાક જમાવવા પ્રયાસ કરી રહ્યું છે. એ વાતોને જ ધ્યાનમાં રાખી નવા રોડનું નિર્માણ થઈ રહ્યું છે. એકવાર રોડ બનીને તૈયાર થઈ જશે તો સૈનિકો, હથિયારો અને લોજિસ્ટિક્સને સરળતાથી ફ્રન્ટલાઈન સુધી પહોંચાડી શકાશે. આ નવા રોડની ખાસિયત એ છે કે તેને એલએસીની બીજી તરફથી જોઈ શકાતો નથી. આ રોડ એલએસીથી ઘણો દૂર પણ છે એટલા માટે હુમલાનો ખતરો ઓછો છે.
દૌલત બેગ ઓલ્ડી રોડ નવેમ્બરના અંત સુધીમાં સૈન્યને લગતી પ્રવૃત્તિઓ માટે તૈયાર થઈ જશે. એક વર્ષમાં તે સંપૂર્ણપણે ઓપરેશન થઈ જશે. આ રોડના નિર્માણ માટે આશરે 2000 લોકો કામ કરી રહ્યા છે. રોડની લંબાઈ 130 કિલોમીટર છે. નુબ્રા ખીણમાં સસોમાથી કારાકોરમ પાસથી નજીક ડીબીઓ સુધી 130 કિ.મી. લાંબો રોડ અંતિમ અને સૌથી પડકારજનક તબક્કામાં છે.