આપ ઈન્ડિયા સાથે પણ પંજાબ પોલીસની કાર્યવાહી નહીં અટકેઃ કેજરીવાલ

Spread the love

કોંગ્રેસના નેતાની ધરપકડ બાદ ઈન્ડિયા ગઠબંધન પર સવાલના જવાબમાં દિલ્હીના સીએમએ ગઠબંધન સાથે રહેવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી

નવી દિલ્હી

પંજાબમાં ડ્રગ્સ મામલે કોંગ્રેસ નેતા સુખપાલ સિંહ ખૈરાની ધરપકડ કરવામાં આવી છે. ખૈરા ગુરુવારે ફેસબુક લાઈવ કરી રહ્યા હતા, તે દરમિયાન પોલીસે તેમની ધરપકડ કરી છે. હવે આ મામલે મોટો હંગામો જોવા મળી રહ્યો છે અને ઈન્ડિયા ગઠબંધનમાં વિવાદ શરૂ થયો હોવાની વાતો વહેતી થઈ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પંજાબના ઘણા નેતાઓ પર કેસ નોંધાયા છે અને તેમાં કેટલાક પૂર્વ મંત્રીઓ પણ સામેલ છે. આવી સ્થિતિમાં ઈન્ડિયા ગઠબંધનની એકતા પર સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સવાલ કરાયો તો તેમણે કહ્યું કે, અમે ઈન્ડિયા ગઠબંધનની સાથે છીએ…

દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા કેજરીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટી ઈન્ડિયા ગઠબંધન માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને આપ ઈન્ડિયા ગઠબંધનથી ક્યારે અલગ નહીં થાય, તેમજ ગઠબંધનના ધર્મને નિભાવવા પણ સંપૂર્ણ કટિબદ્ધ છીએ… જોકે તેમણે એવો સંદેશો પણ આપ્યો કે, પંજાબ પોલીસની કાર્યવાહી અટકવાની નથી… આ મામલે હું કોઈ એક વ્યક્તિ પણ ટિપ્પણી નહીં કરું… આ મામલાની વિગતો અંગે તમારે પંજાબ પોલીસ સાથે વાત કરવી પડશે… પંજાબમાં નશાનો ધંધો વધી રહ્યો છે અને તેની ઉપર સકંજો કસવા ભગવંત માન સરકાર કામ કરી રહી છે.

https://platform.twitter.com/embed/Tweet.html?dnt=false&embedId=twitter-widget-0&features=eyJ0ZndfdGltZWxpbmVfbGlzdCI6eyJidWNrZXQiOltdLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X2ZvbGxvd2VyX2NvdW50X3N1bnNldCI6eyJidWNrZXQiOnRydWUsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdHdlZXRfZWRpdF9iYWNrZW5kIjp7ImJ1Y2tldCI6Im9uIiwidmVyc2lvbiI6bnVsbH0sInRmd19yZWZzcmNfc2Vzc2lvbiI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfZm9zbnJfc29mdF9pbnRlcnZlbnRpb25zX2VuYWJsZWQiOnsiYnVja2V0Ijoib24iLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X21peGVkX21lZGlhXzE1ODk3Ijp7ImJ1Y2tldCI6InRyZWF0bWVudCIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfZXhwZXJpbWVudHNfY29va2llX2V4cGlyYXRpb24iOnsiYnVja2V0IjoxMjA5NjAwLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X3Nob3dfYmlyZHdhdGNoX3Bpdm90c19lbmFibGVkIjp7ImJ1Y2tldCI6Im9uIiwidmVyc2lvbiI6bnVsbH0sInRmd19kdXBsaWNhdGVfc2NyaWJlc190b19zZXR0aW5ncyI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdXNlX3Byb2ZpbGVfaW1hZ2Vfc2hhcGVfZW5hYmxlZCI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdmlkZW9faGxzX2R5bmFtaWNfbWFuaWZlc3RzXzE1MDgyIjp7ImJ1Y2tldCI6InRydWVfYml0cmF0ZSIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfbGVnYWN5X3RpbWVsaW5lX3N1bnNldCI6eyJidWNrZXQiOnRydWUsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdHdlZXRfZWRpdF9mcm9udGVuZCI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9fQ%3D%3D&frame=false&hideCard=false&hideThread=false&id=1707653390954877271&lang=en&origin=https%3A%2F%2Fadmin.gujaratsamachar.com%2F%3Femail%3Djatinkamdar271184%2540gmail.com%26password%3D%2540Gsamachar12%26remember%3Don%26g-recaptcha-response%3D03AFcWeA4n4TiLlrzXfLb56F0xqMW5mE-vq2PuZuIx28JJMoHTJxv3EdCw6iXeZrhNixCpbggoRhDSqbvKSUYgnKJigJ_zhePsHDhzB5QFMY2L_4psS4ZWgtMYYHnoHA63MN4D98lgxNUHAu5020Sjt5yCMOtwRegZ6ttvdqVe0i8lRuSNtAR8ESnRQh4D9oYlHomZnVNpjctMRFtSOT89oq5PRgmMQpeeSdjRy6_XZ_hDKG9cBq_3EM9m_ui6V5ElNZ59MQerFmqf8uaEF8maPfXrYrAaRm_rCyt0TXkih6-uOhf01nyTQvNetPpMz4jaU459nNpmxdnX7x-PgA_AZs1x6DZbibHvkK-utKDVdgSVpzgL1F9wGEWfiqNf_c1pno-yKZSgkILcBFZ95UvPArB19Umt85pILRYGD8Q2HOqMR86G2ZLFCnmApMldD1CYTN39Q_LG94TLslZMOWUrb_FVDx11YZbelHR2-jjwP_fdVNVUHgQP8g7Au59Pdfz4HLxILMvcpYtKciT1SS2uA7dWpmC3850hRI1OYS06LxRbkz5Mb6KlIHMmJ3LOUOGj-mD3dmAKvaIo%23%2Fadmin%2Farticle%2Fadd&sessionId=d0ab52f8588244582267e5103d690108d2ebcacb&theme=light&widgetsVersion=aaf4084522e3a%3A1674595607486&width=550px અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મારા ધ્યાને આવ્યું છે કે, પંજાબ પોલીસે ગઈકાલે ડ્રગ્સ સાથે સંકળાયેલા લોકોની ધરપકડ કરી છે… તેમણે કહ્યું કે, આ મામલે મારી પાસે વિગતો નથી… વિગતો મેળવવા તમારે પંજાબ પોલીસ સાથે વાત કરવી પડશે. તેમણે કહ્યું કે, અમે ડ્રગ્સ વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું છે… આ યુદ્ધમાં કોઈ મોટો વ્યક્તિ હોય કે કોઈ નાનો, કોઈને છોડવામાં નહીં આવે… આ મામલે હું કોઈ એક વ્યક્તિ પણ ટિપ્પણી કરવા ઈચ્છતો નથી… અમારો ઉદ્દેશ્ય માત્ર નશાના કારોબારને રોકવાનો છે.

ઉલ્લેખનિય છે કે, પંજાબ અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પ્રતિસ્પર્ધી છે અને રાષ્ટ્રીય સ્તરે ઈન્ડિયા ગઠબંધનમાં સાથે છે… આવી સ્થિતિમાં આ રાજ્યોમાં એકતા કેવી રીતે થશે, તેવા સવાલો ઉઠી રહ્યા છે. આ ધરપકડ મામલે પંજાબ અને દિલ્હી બંનેમાં કોંગ્રેસ યુનિટ્સે વિરોધ કર્યો છે.

સુખપાલ સિંહ ખૈરાની ધરપકડ મામલે પોલીસની કાર્યવાહી બાદ કોંગ્રેસ નેતાઓ ભડકી ઉઠ્યા છે. ખૈરાએ તો એવું બોલી નાખ્યું કે, ભગવંત માને મને મારી નાખવા માંગે છે અને મારુ મર્ડર પણ કરાવી શકે છે. એટલું જ નહીં મલ્લિકાર્જુન ખડગે પણ કાર્યવાહીથી ભડક્યા છે. તેમણે કહ્યું કે, હું આ મામલે માહિતી મેળવીશ… કોઈપણ મામલો હોય, જો અન્યાય થાય તો તે લાંબો સમય ટકતો નથી. અન્યાયની ઉંમર વધુ હોતી નથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *