આ આંકડો હજી વધી શકે તેવી શક્યતા, બંદુકધારી વ્યક્તિએ યુનિવર્સિટીના ક્લાસરૂમો અને નજીકના ઘરો પર અઁધાધૂધ ગોળીઓ વરસાવી
રોટરડેમ
યુરોપિયન દેશ નેધરલેન્ડની રોટરડેમ યુનિવર્સિટીમાં થયેલા અંધાધૂધ ફાયરિંગ બાદ આખા દેશમાં ખળભળાટ મચી ગયો છે. આ ફાયરિંગમાં ત્રણ લોકોના મોત થયા છે પણ આ આંકડો હજી વધી શકે તેવી શક્યતા છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે બંદુકધારી વ્યક્તિએ યુનિવર્સિટીના ક્લાસરૂમો અને નજીકના ઘરો પર અઁધાધૂધ ગોળીઓ વરસાવી હતી. ઘણાને ગોળીઓ વાગી છે. પોલીસે જોકે હજી સુધી મોતનો સત્તાવાર આંકડો જાહેર કર્યો નથી. પોલીસનુ કહેવુ છે કે, ઈજાગ્રસ્તોને હોસ્પિટલોમાં લઈ જવાયા છે.
પોલીસે આ મામલામાં 32 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરી છે. ઓનલાઈન પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં પોલીસ ફાયરિંગ બાદ વિદ્યાર્થીઓને બહાર નીકળવાના આદેશો આપતી જોઈ શકાય છે. યુનિવર્સિટીના મેડિકલ સેન્ટર પર ગનમેને ફાયરિંગ કર્યુ હતુ.
પોલીસનુ કહેવુ છે કે, જેમના મોત થયા છે કે ઈજા થઈ છે તેવા લોકોના પરિવારજનોને જાણકારી આપવામાં આવી રહી છે. જોકે આ ફાયરિંગમાં બીજા કોઈ શૂટરની પણ સંડોવણી હોય તેવુ અત્યારે લાગતુ નથી. પોલીસે કહ્યુ છે કે, વધારે જાણકારી મેળવવામાં થોડો સમય લાગશે.