2028ના લોસ એંજલસ ઓલિમ્પિકમાં યોજાનારી ક્રિકેટની ઈવેન્ટ અંગે તેમજ શ્રીલંકન બોર્ડના સસ્પેન્શન અંગે પણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે
અમદાવાદ
અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલના બે દિવસ પછી તારીખ 21મી નવેમ્બરે આઇસીસીની બોર્ડ મિટિંગ યોજાશે, જેમાં 2024થી 2027 સુધી આઇસીસીની આવકની વહેંચણીની ફોર્મ્યુલા અંગે નિર્ણય લેવાશે તેમ મનાય છે. આ ઉપરાંત 2028ના લોસ એંજલસ ઓલિમ્પિકમાં યોજાનારી ક્રિકેટની ઈવેન્ટ અંગે તેમજ શ્રીલંકન બોર્ડના સસ્પેન્શન અંગે પણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે.
આઇસીસી બોર્ડની ત્રિમાસીક મિટિંગ કે જે આ વર્ષની આખરી મિટિંગ છે, તેમાં મહત્વના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે. વન ડે ક્રિકેટના ભાવિ અંગે પણ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. તાજેતરમાં જ 13 દેશોની વન ડે સુપર લીગની ફોર્મ્યુલાને પડતી મૂકવામાં આવી હતી. જોકે બે દેશોના ક્રિકેટ બોર્ડ તેને ફરી શરૂ કરવાની તરફેણ કરી રહ્યા છે. વન ડેના ફોર્મેટ અંગે પણ સમીક્ષા હાથ ધરવામા આવશે.