Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

રિચર્ડ કેટલબરો ભારત માટે પનોતી અમ્પાયર, હંમેશા ભારત હાર્યું

Spread the love

વર્લ્ડ કપ (2019) સેમિફાઇનલ અને ટી-20 વર્લ્ડ કપ (2021) ન્યૂઝીલેન્ડ સામેની મેચોમાં કેટલબરોએ અમ્પાયરિંગ કર્યું ત્યારે બંને મેચમાં ભારતનો પરાજય થયો હતો

અમદાવાદ

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 હવે તેના અંતિમ રાઉન્ડમાં પહોંચી ગયો છે. આ વર્લ્ડકપની ફાઇનલ મેચ રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે. હવે આ ફાઈનલ મેચ માટે અમ્પાયર અને મેચ રેફરીના નામ પણ સામે આવ્યા છે. રિચર્ડ ઇલિંગવર્થ (ઇંગ્લેન્ડ) અને રિચર્ડ કેટલબરો (ઇંગ્લેન્ડ) આ ફાઇનલ મેચમાં ફિલ્ડ અમ્પાયરની ભૂમિકા ભજવશે. જયારે થર્ડ અમ્પાયરિંગની જવાબદારી વેસ્ટ ઈન્ડિઝના જોએલ વિલ્સનને સોંપવામાં આવી છે. તેમજ ક્રિસ ગેફની (ન્યુઝીલેન્ડ) ફોર્થ અમ્પાયર હશે. મેચ રેફરી ઝિમ્બાબ્વેના એન્ડી પાયક્રોફ્ટ હશે.

ફાઈનલ મેચમાં રિચર્ડ કેટલબરોનું અમ્પાયરિંગ ભારતીય ચાહકો માટે ચિંતાનો વિષય છે. છેલ્લી કેટલીક આઈસીસી ઈવેન્ટ્સમાં, જ્યારે તેણે ભારતની મેચમાં અમ્પાયરિંગ કર્યું છે, ત્યારે ટીમ ઈન્ડિયા સાથે કંઈક અપ્રિય બન્યું છે. વર્લ્ડ કપ (2019) સેમિફાઇનલ અને ટી-20 વર્લ્ડ કપ (2021) ન્યૂઝીલેન્ડ સામેની મેચોમાં કેટલબરોએ અમ્પાયરિંગ કર્યું ત્યારે બંને મેચમાં ભારતનો પરાજય થયો હતો.

આ વર્ષે રિચર્ડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં થર્ડ અમ્પાયરની ભૂમિકા પણ ભજવી હતી. આ સાથે રિચર્ડ કેટલબરો 2014 ટી-20 વર્લ્ડ કપ, 2015 વન-ડે વર્લ્ડ કપ, 2016 ટી-20 વર્લ્ડ કપ, 2016 અને 2017 ચેમ્પિયન્સ ટ્રોફીની નોકઆઉટ મેચોમાં ભારત માટે અનલકી રહ્યા હતા. 50 વર્ષીય કેટલબરો અમ્પાયર બનતા પહેલા ક્રિકેટર પણ રહી ચૂક્યા છે. કેટલબરોએ 33 ફર્સ્ટ-ક્લાસ અને 21 લિસ્ટ-એ મેચોમાં કુલ 1448 રન બનાવ્યા હતા.

ભારત-ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં જ્યારે ભારત જીત્યું ત્યારે રિચર્ડ ઇલિંગવર્થ પણ અમ્પાયર હતા. રિચર્ડ ઇલિંગવર્થ ભૂતપૂર્વ ક્રિકેટર પણ છે. 60 વર્ષીય રિચર્ડ ઇલિંગવર્થ ઇંગ્લેન્ડ માટે 9 ટેસ્ટ અને 25 વન-ડે રમ્યા હતા. આ દરમિયાન તેણે 49 વિકેટ પણ લીધી છે. તેઓ 1992ના વર્લ્ડ કપમાં પણ ઈંગ્લિશ ટીમનો ભાગ હતો.

ભારતીય ટીમ ચોથી વખત ફાઇનલમાં પહોંચી છે. વર્લ્ડ કપ 2023માં ભારતે અત્યાર સુધીની તમામ 10 મેચ જીતી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી તેની 10 મેચમાંથી 8માં જીત મેળવી છે. ભારતીય ટીમે પ્રથમ સેમિફાઇનલ રમી હતી, જેમાં તેણે છેલ્લી સેમીફાઈનલ ટીમ ન્યુઝીલેન્ડને 70 રનના માર્જીનથી હરાવ્યું હતું. જ્યારે કાંગારુ ટીમે બીજી સેમીફાઈનલમાં ચોકર્સ તરીકે ઓળખાતી દક્ષિણ આફ્રિકાને 3 વિકેટે હરાવી હતી.

હવે ઓસ્ટ્રેલિયન ટીમ 8મી વખત ફાઈનલ રમશે. અત્યાર સુધી તેણે 7માંથી સૌથી વધુ 5 વખત ટાઇટલ જીત્યું છે. તેને 1975માં વેસ્ટ ઈન્ડિઝ સામે અને 1996માં શ્રીલંકા સામે બે વખત હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાએ 1987, 1999, 2003, 2007 અને 2015માં સૌથી વધુ 5 વખત ખિતાબ જીત્યો છે. તેણે 1999 થી 2007 સુધી સતત ત્રણ વખત આ ખિતાબ જીત્યો.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *