અમદાવાદ
ઈન્ટર સ્કૂલ અંડર-19 (મસ્ટિ ડે) પ્લેઈંગ ટીમની એક મેચમાં દિલ્હી પબ્લિક સ્કૂલ (બોપલ)નીટીમ શ્રેયસ ફાઉન્ડેશનની ટીમ સામે 59 રને વિજય મેળવ્યો હતો. શ્રેયસ ફાઉન્ડેશને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરતા ડીપીએસની પ્રથમ ઈનિંગ્સ 98 અને બીજી ઈનિંગ્સ 105 રનમાં સમેટી દીધી હતી. જોકે એની સામે તેની પ્રથણ ઈનિંગ્સ 61 અને બીજી ઈનિંગ્સ 82 રનમાં સમેટાઈ ગઈ હતી. મેચ વૃંદાવન ફાર્મ, જાસપુરના મેદાનમાં રમાઈ હતી.

મેચમાં ઉત્કૃષ્ટ દેખાવઃ ડીપીએસ માટે શ્લોક જાનીએ 40 અને શ્રીહાન કુમારે 33 જ્યારે શ્રેયસ તરફથી નમન શાહે 26 રન બનાવ્યા હતા.
બોલિંગમાં ડીપીએસના માનવ ચૌધરી 5 રનમાં છ જ્યારે શ્રેયસ ફાઉન્ડેશનના શ્રેયે પ્રથમ ઈનિંગ્સમાં 35 રનમાં 4 અને બીજી ઈનિંગ્સમાં 26 રનમાં ચાર વિકેટ મેળવી હતી.
જીપીએસનો માનવ ચૌધરી મેન ઓફ ધ મેચ બન્યો હતો.
