સુહાનાએ ગુજરાત માટે નવી રેન્જના મસાલા લોન્ચ કર્યા

Spread the love

બ્રાન્ડે લેટેસ્ટ શ્રેણી માટે તેના મલ્ટી-મીડિયા પ્રચાર માટે પદ્મશ્રી એવોર્ડ વિજેતા સરિતા જોષી અને પ્રખ્યાત ગુજરાતી સેલિબ્રિટી અંજલિ બારોટ સાથે જોડાણ કર્યું

મુંબઈ

સમગ્ર દેશમાં 61 વર્ષ કરતાં વધુ સમય સુધી સેવા આપ્યા પછી ભારતની લોકપ્રિય મસાલા બ્રાન્ડ સુહાનાએ આજે ગુજરાતના બજારમાં ગ્રાહકો માટે વિશેષરૂપે તૈયાર કરાયેલા મસાલાની નવી રેન્જ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપનીના નવા ઉત્પાદન પોર્ટફોલિયોમાં મસાલાની નવી કેટેગરીમાં સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર, સુહાના ગુજરાત સ્પેશિયલ ધાણા પાવડર, સુહાના ગુજરાત સ્પેશિયલ ધાણાજીરું, સુહાના ગુજરાત સ્પેશિયલ રેશમ કાશ્મિરી મરચું પાવડર અને સુહાના ગુજરાત સ્પેશિયલ હળદર પાવડરનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનો 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ અને 1 કિલોના પેકિંગમાં ઉપલબ્ધ છે, આ ઉપરાંત, રૂ. 5/- અને રૂ. 10/ની કિંમતે નાના પેક પણ ઉપલબ્ધ છે..

સુહાના તેના પ્રવાસના મહત્વના તબક્કામાં છે અને તેનો ધ્યેય મહારાષ્ટ્રથી આગળ અન્ય રાજ્યોમાં તેનો વિસ્તાર કરવાનો છે તેવા સમયે આ જાહેરાત કરવામાં આવી છે. સુહાના મહારાષ્ટ્રમાં જાણીતું નામ છે. બ્રાન્ડ વર્ષ 2009થી ગુજરાતના બજારમાં સ્પાઈસમિક્સ આરટીસી સેગ્મેન્ટમાં મજબૂત ગ્રાહક આધાર ધરાવે છે અને સફળતાપૂર્વક તેની હાજરી જાળવી રાખી છે ત્યારે મસાલાની શ્રેણીમાં નવો ઉમેરો સતત મળતા ફીડબેક અને ઊંચી માગનું પરિણામ છે. ગ્રાહકોના સંશોધન અને બજારના વિશ્લેષણ મારફત મસાલા ઉત્પાદકે ગ્રાહકોના સ્વાદને અનુરૂપ સ્થાનિક ગુજરાતી સેફ્સ સાથે સહયોગ કરીને ‘સુહાના ગુજરાતી સ્પેશિયલ મસાલા રેન્જ’ રજૂ કરી છે.

બ્રાન્ડે લેટેસ્ટ શ્રેણી માટે તેના મલ્ટી-મીડિયા પ્રચાર માટે પદ્મશ્રી એવોર્ડ વિજેતા સરિતા જોષી અને પ્રખ્યાત ગુજરાતી સેલિબ્રિટી અંજલિ બારોટ સાથે જોડાણ કર્યું છે. મલ્ટી-મીડિયા કેમ્પેન ટીવી, ડિજિટલ, આઉટ-ઓફ-હોમ અને રીટેલ એક્ટિવેશન માધ્યમ પર ચલાવાશે.

નવા મસાલાના લોન્ચિંગ અંગે વાત કરતાં પ્રવીણ મસાલાવાલે (સુહાના)ના ડિરેક્ટર, સ્ટ્રેટેજી, માર્કેટિંગ અને ફાઇનાન્સ, વિશાલ ચોરડિયાએ જણાવ્યું હતું કે, ‘’અમે છ દાયકાથી વધુ સમયથી ભારતીય મસાલાની શ્રેણીમાં ઘરગથ્થુ નામ છીએ અને અમે આનાથી આગળ વિસ્તરણ, વૃદ્ધિ અને નવી ભૌગોલિક જગ્યાઓમાં પ્રવેશવાનું લક્ષ્ય રાખીએ છીએ. તેથી અમે ગુજરાત સ્પેશિયલ મસાલા શ્રેણી રજૂ કરી છે, જેમાં ભારતીય મસાલાઓમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા મસાલાઓનો સમાવેશ થાય છે.’

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *