હોસ્પિટલ અત્યાધુનિક તબીબી સાધનો, વિશ્વકક્ષાની આરોગ્ય-સંભાળની સુવિધા અને વિખ્યાત તબીબોથી સજ્જ હશે, જે સમગ્ર વિસ્તારના દર્દીઓને સેવા પૂરી પાડશે
અમદાવાદ
કિશોર મહેતાના પરિવારે પ્રતિષ્ઠિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક (ગિફ્ટ) સિટી, ગાંધીનગર ખાતેની પોતાની ૩૦૦ બેડની, મલ્ટિ-સ્પેશિયાલિટી ચેરિટેબલ હોસ્પિટલના નિર્માણ કાર્યમાં નવા જોશ સાથે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. આ હોસ્પિટલ અત્યાધુનિક તબીબી સાધનો, વિશ્વકક્ષાની આરોગ્ય-સંભાળની સુવિધા અને વિખ્યાત તબીબોથી સજ્જ હશે, જે સમગ્ર વિસ્તારના દર્દીઓને સેવા પૂરી પાડશે.
હોસ્પિટલ આ ક્ષેત્રમાં જરૂરી ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ ઉપલબ્ધ બનાવશે. આ પ્રોજેક્ટના માનદ સલાહકાર તરીકે કિશોર મહેતા અને રાજેશ મહેતાના સમાવેશ સાથે લિલાવતી ફાઉન્ડેશન નામના ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. આ પ્રોજેક્ટને માત્ર હાઈ નેટવર્થ ધરાવતી વ્યક્તિઓ અને કંપનીઓ પાસેથી મળતા સખાવતી દાન દ્વારા જ ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે. બંને મહાનુભાવોઆ પ્રકારની હોસ્પિટલો સ્થાપવામાં રહેલી તેમની કુશળતાનો લાભ ઉપલબ્ધ બનાવશે. તેઓ લીલાવતી કિર્તીલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટ (એલકેએમએમટી)ના ટ્રસ્ટી છે, જેણે મુંબઈની પ્રતિષ્ઠિત લીલાવતી હોસ્પિટલનું નિર્માણ કર્યું છે અને તેની માલિકી ધરાવી તેનું સંચાલન કરે છે.
50થી વધુ વર્ષનો સમૃદ્ધ વારસો ધરાવતા મહેતાપ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ છે, અને તેઓ બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા જેવી બેંકો સાથે ઉત્કૃષ્ટ સંબંધો ધરાવે છે. ગાંધીનગર, અમદાવાદ અને ગુજરાત રાજ્યના લાખો નાગરિકો માટે નવી નિર્માણ પામનારી હોસ્પિટલ જીવાદોરી સમાન બની રહેશે.