128 વર્ષ બાદ ક્રિકેટના ઓલિમ્પિક પ્રવેશની શક્યતા

Spread the love

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના 141મા સત્રમાં આની જાહેરાત કરવામાં આવશે

નવી દિલ્હી

ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. ક્રિકેટને લોસ એન્જલસ ઓલિમ્પિકમાં સામેલ કરી શકાય છે. ક્રિકેટ ઉપરાંત ફ્લેગ ફૂટબોલ, બેઝબોલ અને સોફ્ટબોલનો પણ સમાવેશ કરી શકાય છે. વર્ષ 2028માં લોસ એન્જલસ ઓલિમ્પિક્સ યોજાવાની છે. મળેલા અહેવાલ મુજબ ક્રિકેટને લોસ એન્જલસ ઓલિમ્પિકમાં સામેલ કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઈઓસી)ના 141મા સત્રમાં આની જાહેરાત કરવામાં આવશે. આ સત્ર મુંબઈમાં આયોજિત થવાનું છે.

ક્રિકેટને ઓલિમ્પિકમાં 128 વર્ષ પહેલા સામેલ કરવામાં આવ્યું હતું. વર્ષ 1900માં ઓલમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવામાં આવ્યો હતો. મળેલા અહેવાલો મુજબ ઓલમ્પિકમાં મેન્સ અને વુમન્સની સ્પર્ધા ટી20ના ફોર્મેટમાં થશે. એવું માનવામાં આવે છે કે ક્રિકેટને ઓલમ્પિકનો ભાગ બનાવીને, આઈઓસી દક્ષિણ એશિયાના પ્રેક્ષકોને આકર્ષવા અને બ્રોડકાસ્ટ કરારમાંથી મોટી કમાણી કરશે. ક્રિકેટના સમાવેશ સાથે પેરિસ ઓલિમ્પિક 2024ના પ્રસારણ અધિકારો 158.6 કરોડ રૂપિયાની સામે 2028માં 1525 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવા માટે આઈસીસીએ લોસ એન્જલસ 28 ઓર્ગેનાઇઝિંગ કમિટીની ભલામણ પર ખુશી વ્યક્ત કરી છે. આઈસીસીના ચેરમેન ગ્રેગ બાર્કલેએ કહ્યું કે બે વર્ષની પ્રક્રિયા અને એલએ28 આયોજક સમિતિ સાથે કામ કર્યા બાદ ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવ્યું છે. તેણે આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી માટે આઈઓસીને મોકલી દીધો છે. અમે ભારતમાં યોજાનાર આઈઓસી સત્રની રાહ જોઈ રહ્યા છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *