5 આતંકીઓ આ એકલી મહિલાની ગોળીઓનો જ નિશાન બન્યા હતા

તેલઅવિવ
ગત સપ્તાહ ઇઝરાયલ પર હમાસના હિચકારા હુમલાથી ખૂબ જાનહાની થઇ છે. ઇઝરાયેલના ૧૨૦૦થી વધુ નાગરિકોના મોત થયા છે જેમાં ૧૦૦ કરતા પણ વધારે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સના જવાનો છે. ઇઝરાયેલ પોતાની સ્થાપના થયા પછીના ઇતિહાસમાં ઘર આંગણે આવી કરુણાંતિકા જોઇ નથી. ઇઝરાયેલની પ્રજા પરાક્રમી છે અને શસ્ત્રો ચલાવવાનું જાણે છે. ઇઝરાયેલની મહિલાઓ પણ લડાઇમાં પાછી પાની કરતી નથી તે વાત ઇનબાર લિબરમેન નામની મહિલાએ સાબીત કર્યુ છે.
લિબરમેનના પરાક્રમની સોશિયલ મીડિયા પર લોકો ખૂબ વખાણ કરી રહયા છે. ૨૫ વર્ષની આ મહિલાએ હમાસના આતંકીઓનો સામનો કર્યો હતો. ઇઝરાયેલ પર હુમલો થયો હોવાની શંકા થતા લિબરમેને ગામના લોકોનું એક ગુ્પ તૈયાર કર્યુ હતું. કિબુત્ઝ નામની વસાહત પાસે હમાસના ૨૫ આતંકીઓને ઢાળી દીધા હતા. જેમાંથી 5 આતંકીઓ આ એકલી મહિલાની ગોળીઓનો જ નિશાન બન્યા હતા. જો આ મહિલાએ અગમચેતી જઇને હમાસના આતંકીઓનો સામનો કર્યો ન હોતતો ઇઝરાયેલની સામૂહિક વસાહત ગણાતા કિબૂત્ઝને આતંકીઓએ બરબાદ કરી નાખ્યું હોત.
ઇનેબલ લિબરમેન ડિસેમ્બર 2022ખી કિબુત્ઝ નીરઅમમાં સિકયોરિટી કો ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતી હતી. શનિવારે તેણે બ્લાસ્ટ થવાનો અવાજ સાંભળવાની સાથે જ સૌને સર્તક કરી દીધા હતા. તેનો અનુભવ હતો કે બ્લાસ્ટનો અવાજ રુટિન રોકેટના અવાજ કરતા સાવ જુદા પ્રકારનો હતો.મહિલા ફરજ બજાવતી હતી એ વ્યુહાત્મક સ્થળ સેડરોટની નજીક અને ગાજા પટ્ટી વિસ્તારથી ખાસ દૂર નથી.
લિબરમેન સર્તકતા દાખવીને આર્મ્સ ભંડારમાંથી શસ્ત્રો લઇ આવી હતી. ૧૨ સભ્યોની તેની ટીમને હાથમાં બંદૂકો આપી હતી. લિબરમેને કિબુત્ઝની પોતાની ટીમને વ્યુહાત્મક સ્થળે ગોઠવી હતી. ટીમે મોકો જોઇને હમાસના આતંકીઓ પર ગોળીઓ વરસાવવાનું શરુ કરતા આતંકીઓનો હુમલો નિષ્ફળ ગયો હતો કેટલાકને જીવતા પકડવામાં પણ કામયાબી મળી હતી. લિબરમેને નીરઅમ કિબુત્ઝને એક અભેદ કિલ્લામાં ફેરવી નાખ્યું હતું જો આમ ના થયું હોતતો કિબુત્ઝની વસાહતમાં રહેતા હજારો લોકોના જીવ જોખમમાં મુકાઇ ગયા હોત. ઇઝરાયેલની આ મહિલાની વીરતાની કહાની લોકો વર્ષો સુધી યાદ રાખશે.