ટીમનો સ્ટાર ઓપનર ડેન્ગ્યૂના કારણે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ મેચ રમી શક્યો નહતો અને પીકિસ્તાન સામેની મેચ સુધી તે સ્વસ્થ થાય એમ લાગતું નથી
નવી દિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર વિજય મેળવીને વિશ્વકપમાં પોતાના અભિયાનની શરુઆત કરી દીધી છે પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ માટે વન-ડે વર્લ્ડ કપ 2023ની શરૂઆતથી જ મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. શુભમન ગિલને ચેન્નઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ભારતના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલને ડેન્ગ્યુથી પ્લેટલેટ્સ ઓછા થવાને કારણે ચેન્નઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટીમના સ્ટાર ઓપનર શુભમન ગિલ ડેન્ગ્યૂના કારણે ઓસ્ટ્રેલિયા સામે વન-ડે વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ રમી શક્યો ન હતો તેમજ તે અફઘાનિસ્તાન સામેની મેચમાંથી પહેલા જ બહાર થઈ ગયો છે ત્યારે હવે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ તે હવે પાકિસ્તાન સામેની મેચમાં ગિલના રમવાની સંભાવના ઓછી છે.