મહિલા પ્રિમિયર લિગની પાંચ ટીમોનાં ખેલાડીના નામ જાહેર કરાયા

Spread the love

યાદીમાં 60 ખેલાડીને રિટેન કરાયા, 29 ખેલાડીને રિલિઝ કરી દેવાયા


મુંબઈ
વુમન્સ પ્રીમિયર લીગ 2024ની તૈયારીઓ ધીમે-ધીમે શરુ થઇ રહી છે. ડબલ્યુપીએલની પાંચ ટીમોએ ખેલાડીઓની લીસ્ટ જાહેર કરી છે જેમાં 60 ખેલાડીઓએ રીટેન કરવામાં આવ્યા છે. જયારે 29 ખેલાડીઓને રિલીઝ કરી દેવાયા છે. રિલીઝ લીસ્ટમાં ઘણાં મોટા ખેલાડીઓનું નામ સામેલ છે. દિલ્હી કેપિટલ્સ, ગુજરાત જાયન્ટ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્સે લીસ્ટ બહાર પડી છે.
યુપી વોરિયાર્સે એલિસા હીલી, દીપ્તિ શર્મા અને ગ્રેસ હેરિસને રિટેન કરી છે. જયારે બેંગ્લોરે એલિસ પેરી,હીથર નાઈટ અને રેણુકા સિંહને રિટેન કરી છે. મુંબઈ ઇન્ડિયન્સએ હરમનપ્રીત કોર અને અમનજોત કોરને રિટેન કરી છે. ગુજરાત જાયન્ટ્સે ગાર્ડનરને ટીમમાં રાખી છે. જયારે કેટલીક ટીમોએ મોટા પ્લેયર્સને ડ્રોપ કરી દીધા છે. ગુજરાતે એનાબેલ સધરલેન્ડને રિલીઝ કરી દીધી છે.
દિલ્હી કેપિટલ્સ
રિટેન કરાયેલા ખેલાડીઓ: એલિસ કેપ્સી, અરુંધતિ રેડ્ડી, જેમિમાહ રોડ્રિગ્સ, જેસ જોનાસન, લૌરા હેરિસ, મેરિઝાન કેપ, મેગ લેનિંગ, મિનુ મણિ, પૂનમ યાદવ, રાધા યાદવ, શફાલી વર્મા, શિખા પાંડે, સ્નેહા દીપ્તિ, તાન્યા ભાટિયા, તિતાસ સાધુ.
રિલીઝ થયેલા ખેલાડીઓ: અપર્ણા મંડલ, જસિયા અખ્તર, તારા નોરિસ*
ગુજરાત જાયન્ટ્સ
રિટેન કરાયેલા ખેલાડીઓ: એશ્લે ગાર્ડનર, બેથ મૂની, દયાલન હેમલતા, હરલીન દેઓલ, લૌરા વોલ્વાર્ડ, શબનમ શકીલ, સ્નેહ રાણા, તનુજા કંવર. રિલીઝ થયેલા ખેલાડીઓ: એનાબેલ સધરલેન્ડ, અશ્વની કુમારી, જ્યોર્જિયા વેરહેમ, હર્લી ગાલા, કિમ ગાર્થ, માનસી જોશી, મોનિકા પટેલ, પારુણિકા સિસોદિયા, સબીનેની મેઘના, સોફિયા ડંકલી, સુષ્મા વર્મા. મુંબઈ ઈન્ડિયન્સ રિટેન કરાયેલા ખેલાડીઓ: અમનજોત કૌર, એમેલિયા કેર, ક્લોઇ ટ્રાયન, હરમનપ્રીત કૌર, હેલી મેથ્યુસ, હુમૈરા કાઝી, ઈસાબેલ વોંગ, જિંતિમાની કલિતા, નતાલી સાયવર, પૂજા વસ્ત્રાકર, પ્રિયંકા બાલા, સાયકા ઈશાક, યસ્તિકા ભાટિયા.
રિલીઝ થયેલા ખેલાડીઓ: ધારા ગુજ્જર, હીથર ગ્રેહામ, નીલમ બિષ્ટ, સોનમ યાદવ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર રિટેન કરાયેલા ખેલાડીઓ: આશા શોભના, દિશા કાસત, એલિસ પેરી, હીથર નાઈટ, ઈન્દ્રાણી રોય, કનિકા આહુજા, રેણુકા સિંહ, રિચા ઘોષ, શ્રેયંકા પાટીલ, સ્મૃતિ મંધાના, સોફી ડિવાઈન
રિલીઝ થયેલા ખેલાડીઓ: ડેન વેન નિકેર્ક, એરિન બર્ન્સ, કોમલ ઝાંઝડ, મેગન શૂટ, પૂનમ ખેમનાર, પ્રીતિ બોઝ, સહાના પવાર
યુપી વોરિયર્સ
રિટેન કરાયેલા ખેલાડીઓઃ એલિસા હીલી, અંજલિ સરવાણી, દીપ્તિ શર્મા, ગ્રેસ હેરિસ, કિરણ નવગીરે, લોરેન બેલ, લક્ષ્મી યાદવ, પાર્શ્વી ચોપરા, રાજેશ્વરી ગાયકવાડ, એસ. યશશ્રી, શ્વેતા સેહરાવત, સોફી એક્લેસ્ટોન, તાહલિયા મેકગ્રા
રિલીઝ થયેલા ખેલાડીઓઃ દેવિકા વૈદ્ય, શબનીમ ઈસ્માઈલ*, શિવલી શિંદે, સિમરન શેખ

Total Visiters :165 Total: 1500693

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *