2024માં ભાજપ ત્તામાં આવશે તો લોકોનો મતાધિકાર છીનવી લેશેઃ અખિલેશ

Spread the love

ભારતની લોકશાહી અને તેના બંધારણને ખતરો હોવાનો સપાના પ્રમુખે ભય વ્યક્ત કર્યો


શાહજહાંપુર
અગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી બધા પક્ષો પોતાની તાકાત લગાવી રહ્યા છે. એવામાં ફરી એકવાર સપા પ્રમુખ અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધ્યું હતું. શાહજહાંપુરમાં એક કાર્યક્રમને સંબોધતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, તમામ સપા કાર્યકર્તાઓએ લોકસભા ચૂંટણીની તૈયારી પુરી તાકાતથી શરૂ કરવી જોઈએ. તેમણે કહ્યું કે, જો 2024માં ભાજપ ફરી સત્તામાં આવશે તો લોકો પાસેથી વોટનો અધિકાર પણ છીનવી લેવામાં આવશે.
પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે શુક્રવારે પૂર્વ એમએલસી જયેશ પ્રસાદના ઘરે આયોજિત તાલીમ શિબિરમાં કાર્યકરોને સંબોધિત કર્યા હતા. તેમણે કાર્યકરોને સંબોધિત કરતી વખતે કહ્યું કે આ પડકારોનો સમય છે. ભારતની લોકશાહી અને તેના બંધારણને ખતરો છે. લોકસભા ચૂંટણી માટે અત્યારથી જ તૈયાર થવું કારણ કે ભાજપને કોઈ પણ સંજોગોમાં સત્તામાં આવવા દેવા માટે રોકવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *