રાવણ દહનમાં નિશાન ચૂકતા કંગના રનૌત ટ્રોલ થઈ

Spread the love

વીડિયોમાં કંગના જય શ્રી રામના નારા લગાવતા બાણ પકડતી નજર આવી રહી છે, તે ત્રણ વાર તીર ફેંકવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે ત્રણેય વખત નિષ્ફળ રહે છે

નવી દિલ્હી

બોલીવુડ ક્વીન કંગના રનૌતે પોતાની ફિલ્મ ‘તેજસ’ના રિલીઝ પહેલા એક મોટો ઈતિહાસ રચી દીધો છે એક્ટ્રેસે દિલ્હીના પ્રસિદ્ધ લવ કુશ રામલીલામાં રાવણ દહન કર્યું છે. કંગના 50 વર્ષના ઈતિહાસમાં રાવણ દહન કરનારી પ્રથમ મહિલા બની ગઈ છે. જોકે, પોતાની એક મોટી ભૂલના કારણે તેને સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

મંગળવારે દિલ્હીમાં આયોજિત લવ કુશ રામલીલામાં રાવણ દહન માટે બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતને આમંત્રણ આપવામાં આવ્યુ હતું. એકટ્રેસનો રાવણનો વધ કરતો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે બાણ ચલાવતી નજર આવી રહી છે. જોકે, આ દરમિયાન તે ત્રણ નિશાન ચૂકી જાય છે. વીડિયોમાં કંગના જય શ્રી રામના નારા લગાવતા બાણ પકડતી નજર આવી રહી છે. તે ત્રણ વાર તીર ફેંકવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે ત્રણેય વખત નિષ્ફળ રહે છે. ત્યારબાદ કમિટિનો એક સભ્ય તેને તીર ચલાવવામાં મદદ કરે છે અને રાવણનું દહન કરે છે. 

હવે આ વીડિયો સામે આવ્યા બાદથી સોશિયલ મીડિયા પર યૂઝર્સ તેને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું – ‘બાણ ચલે ન ચલે પર નવાબી ન ઘટે’. બીજા એક યૂઝરે લખ્યું- ‘રિલ લાઈફ કંગના વર્સેસ રિયલ લાઈફ કંગના..’ એ દાવો કરે છે કે, તે ટ્રોમ ક્રૂઝ કરતા પણ સારો સ્ટન્ટ કરે છે. હાહાહા..એક પણ નિશાન લાગ્યું. આમ પણ સત્ય જ અસત્યને મારી શકે છે. 

વધુ એક યૂઝરે કોમેન્ટમાં લખ્યું- ‘જુબાન ચલાને સે, તીર ચલાના કિતના આસાન હૈ….’ પહેલી વખત શૂપર્ણખાને રાવણનો વધ કરતા જોઈ રહ્યો છું. ફિલ્મોમાં નાટકથી, કોમેડીથી. હવે હિન્દુ મહોત્સવ પર…. કેમ અંધભક્તો હવે તમારી ધાર્મિક ભાવનાને ઠેસ ન પહોંચી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *