ડી કોકે શાનદાર 174 રનની ઇનિંગ્સ સાથે જ 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો
નવી દિલ્હી
સાઉથ આફ્રિકાએ ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ 2023ની 23મી મેચમાં બાંગ્લાદેશને 149 રનના અંતરથી હરાવ્યું હતું. સાઉથ આફ્રિકા માટે ક્વિટન ડી કોકે શાનદાર 174 રનની ઇનિંગ રમી હતી. આ સદી ફટકારતા સાથે જ ક્વિંટન ડી કોકે 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો હતો. તે વિકેટકીપર બેટ્સમેન તરીકે વર્લ્ડકપમાં સૌથી મોટી ઇનિંગ રમનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટને પાછળ છોડી દીધો છે.
એડમ ગિલક્રિસ્ટે વન-ડે વર્લ્ડ કપ 2007માં 149 રનની ઇનિંગ રમી હતી. ક્વિંટન ડી કોકે ગઈકાલે શ્રીલંકા સામે 174 રન બનાવીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વન-ડે વર્લ્ડ કપ 2023માં ડી કોકની આ ત્રીજી સદી હતી. એક વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માના નામે છે. રોહિતે વન-ડે વર્લ્ડ કપ 2019માં 5 સદી ફટકારી હતી. આ ડી કોકના વનડે કરિયરની 20મી સદી હતી. આ સાથે જ તેણે વનડેમાં સૌથી ઝડપી 20 સદી ફટકારવાના મામલામાં રોહિત શર્મા, સચિન તેંડુલકર અને એબી ડીવિલિયર્સને પાછળ છોડી દીધા છે.
એબી ડીવિલિયર્સે વનડેમાં 175 ઇનિંગ્સમાં 20 સદી પૂરી કરી હતી જયારે ડી કોકે આ કમાલ 150 ઇનિંગ્સમાં કરી બતાવ્યું છે. વનડેમાં સૌથી ઝડપી 20 સદી ફટકારવાનો રેકોર્ડ હાશિમ અમલાના નામે છે. ડી કોક સાઉથ આફ્રિકા તરફથી સૌથી ઝડપી 20 સદી ફટકારનાર બીજો બેટ્સમેન બની ગયો છે. જયારે વન-ડે વર્લ્ડ કપની એક સિઝનમાં સાઉથ આફ્રિકા તરફથી 3 સદી ફટકારનાર તે પ્રથમ બેટ્સમેન બની ગયો છે.
વનડેમાં સૌથી ઝડપી 20 સદી ફટકારનાર બેટ્સમેન
હાશિમ અમલા – 108 ઇનિંગ્સ
વિરાટ કોહલી – 133 ઇનિંગ્સ
ક્વિન્ટન ડી કોક – 150 ઇનિંગ્સ
એબી ડીવિલિયર્સ – 175 ઇનિંગ્સ
રોહિત શર્મા – 183 ઈનિંગ્સ
સચિન તેંડુલકર – 197 ઇનિંગ્સ