એનસીઈઆરટી પેનલ સમક્ષ આને લગતો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો હતો

નવી દિલ્હી
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી)ના પુસ્તકોમાં હવે ઈન્ડિયાનું નામ બદલીને ‘ભારત’ કરવામાં આવશે. એનસીઈઆરટી દ્વારા રચાયેલી સમિતિએ સર્વાનુમતે નિર્ણય લીધો છે. આ માટે એનસીઈઆરટીએ 19 સભ્યોની રાષ્ટ્રીય અભ્યાસક્રમ અને અધ્યાપન સામગ્રી સમિતિ (એનએસટીસી)ની રચના કરવામાં આવી હતી.
વિપક્ષી ગઠબંધને તેનું નામ બદલીને ઈન્ડિયા રાખ્યા બાદ આ મુદ્દે સતત ચર્ચા ચાલી રહી છે. હવે સમાચાર છે કે ટૂંક સમયમાં એનસીઈઆરટી પુસ્તકોમાં દરેક જગ્યાએથી ઈડિયા શબ્દને બદલે ભારત શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. એનસીઈઆરટી પેનલ સમક્ષ આને લગતો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો હતો. પેનલના સભ્યોમાંથી જણાવવામાં આવ્યુ હતું કે આ દરખાસ્ત થોડા મહિના પહેલા જ કરવામાં આવી હતી જેને હવે સ્વીકારી લેવામાં આવી છે. આ ઉપરાંત સમિતિએ પ્રાચીન ઈતિહાસની જગ્યાએ શાસ્ત્રીય ઈતિહાસનો સમાવેશ કરવાની ભલામણ પણ કરી હતી.
અભ્યાસક્રમમાં તમામ વિષયોમાં ભારતીય જ્ઞાન પ્રણાલી (આઈકેએસ) એટલે કે ઈન્ડિંયન નૉલેજ સિસ્ટમની શરુઆત પણ આ નવા ફેરફારનો એક ભાગ છે. આ સમિતિ તે 25 સમિતિઓમાંથી એક છે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ અભ્યાસક્રમમાં ફેરફાર કરવા માટે કેન્દ્રીય સ્તરે એનસીઈઆરટી સાથે કામ કરી રહી છે.
