એનઆઈએએ દારૂગોળો અને વિસ્ફોટકોની દાણચોરીના ગુનાહિત કાવતરાના સંબંધમાં પંજાબમાં 9 અને હરિયાણામાં 1 સ્થળે છાપે મારી કરી
અમૃતસર
પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ફંડ એકઠું કરવાના દરોડા પાડ્યા છે. એનઆઈએની ટીમે દારૂગોળો અને વિસ્ફોટકોની દાણચોરીના ગુનાહિત કાવતરાના સંબંધમાં પંજાબમાં 9 અને હરિયાણામાં 1 સ્થળે છાપે મારી કરી છે.
આ જ કેસમાં એનઆઈએએ 19 મેના રોજ ફિલિપાઈન્સના મનીલાથી દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચતા જ આતંકવાદી અર્શ દલ્લાના બે નજીકના સાથીઓની ધરપકડ કરી હતી. બંનેની ઓળખ અમૃતપાલ સિંહ અને અમૃતક સિંહ તરીકે થઈ હતી. એનઆઈએદ્વારા ઓપરેશન હેઠળ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. એનઆઈએએ અગાઉ જણાવ્યું હતું કે, એનઆઈએદિલ્હી કોર્ટે ભારતમાં પ્રતિબંધિત સંગઠનોની ગેરકાયદેસર અને હિંસક પ્રવૃત્તિઓ સંબંધિત કેસમાં બંને આરોપીઓ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.