જિયો રજૂ કરે છે ₹200 ઓટીટી પાસ 15 પ્રીમિયમ ઓટીટી, 1000+ લાઇવ ટીવી ચેનલ્સ, 30 જીબી ડેટા અને અનલિમિટેડ 5G 28 દિવસના એક જ પેકમાં ઉપલબ્ધ
ઓલ ઇન વન એન્ટરટેઇનમેન્ટ અને કનેક્ટિવિટી પ્લાન તરીકે ડિઝાઇન કરાયેલો નવો ₹200 ઓટીટી પાસ મહિને ₹1500ની કિંમતના બેનિફિટ્સ આપે છે રિલાયન્સ જિયો દ્વારા આજે એક નવો ₹200નો જિયો ઓટીટી પાસ રજૂ કરવામાં આવ્યો છે – આ એક સિંગલ 28 દિવસનું પેક છે જે 15 પ્રીમિયમ ઓટીટી એપ્સનો એક્સેસ, જિયોટીવી પર 1,000થી વધુ લાઈવ ટીવી ચેનલ્સ, 30 જીબી હાઈ–સ્પીડ ડેટા અને યુઝરના બેઝ પ્લાનની વેલિડિટી દરમિયાન અનલિમિટેડ 5Gની સુવિધા એકસાથે પૂરી પાડે છે. આ નવો પાસ આજથી એટલે કે 27 મે 2026થી ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમો પર ઉપલબ્ધ થઈ ગયો છે અને તે એક્ટિવ બેઝ પ્લાન ધરાવતા તમામ જિયો યુઝર્સ માટે ઉપલબ્ધ છે. એક સ્વતંત્ર મનોરંજન પેકેજ તરીકે રજૂ કરાયેલો આ નવો ₹200નો જિયો ઓટીટી પાસ વીડિયો સ્ટ્રીમિંગ, લાઈવ ટેલિવિઝન અને હાઈ-સ્પીડ કનેક્ટિવિટીને એક સસ્તા, નિશ્ચિત કિંમતના પેકમાં સાથે લાવે છે – જે ગ્રાહકોને માત્ર ₹200માં દર મહિને આશરે ₹1,500ની કિંમતના લાભો આપે છે. આ પાસમાં સમાવિષ્ટ લાભઃ 15 પ્રીમિયમ ઓટીટી સબસ્ક્રિપ્શન્સ એક જ પેકમાં: ઉપલબ્ધતાઃ નવો ₹200નો જિયો ઓટીટી પાસ 27 મે 2026થી તમામ ટેલિકોમ સર્કલ્સ માટે જિયોના તમામ માધ્યમો – માયજિયો, જિયો.કોમ, રિટેલ પોઈન્ટ્સ ઓફ સેલ (જીટી અને આરઆર) તથા થર્ડ-પાર્ટી રિચાર્જ એપ્સ પર ઉપલબ્ધ છે. આ પાસને એક્ટિવેટ કરવા માટે ગ્રાહકો પાસે એક એક્ટિવ બેઝ પ્લાન હોવો જરૂરી છે.
