પ્રથમે ત્રીજી સીડ અરમાનને હરાવી અપસેટ સર્જ્યો
ગાંધીધામ માઈક્રોસાઈન પ્રથમ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ 2024 હાલ SAG સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સિદસર ખાતે ભાવનગરમાં ચાલી રહી છે. જ્યાં વડોદરાના 14મી સીડ પ્રથમ મદલાનીએ 2 ગેમથી પાછળ રહ્યાં બાદ શાનદાર કમબેક કરતા ત્રીજી સીડ અરમાન શેખને 3-2થી હરાવી પુરુષોની ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું. એસએજી-તાપ્તિ વેલી ટેબલ ટેનિસ હાઈ પર્ફોર્મન્સ સેન્ટર(સુરત) ખાતે તાલિમ મેળવી રહેલ…
