AITA ટેનિસમાં ઐશ્વર્યા અને તેજસ્વી વચ્ચે વિમેન્સ સિંગલ્સ, મેન્સમાં માધવિન કામથ અને રણજિથ વચ્ચે ટાઇટલ માટે મુકાબલો

અમદાવાદ એસ ટેનિસ એકેડમી ખાતે રમાતી એસ મોલકેમ આઇટા ટેનિસ ટૂર્નામેન્ટમાં શનિવારે મહારાષ્ટ્રની ઐશ્વર્યા જાધવ અને તેજસ્વી ડાબાસ વચ્ચે વિમેન્સ સિંગલ્સની ફાઇનલ રમાશે. ઐશ્વર્યા સામે મહારાષ્ટ્રની અન્ય ખેલાડી અસ્મી અડકરે ૩-૬, ૬-૨, ૪-૧ના સ્કોરે મેડિકલ ટાઈમ આઉટ લીધા બાદ મુકાબલાને પડતો મૂક્યો હતો. બીજી તરફ તેજસ્વીએ ગુજરાતની યુવા ખેલાડી શૈવી દલાલ સામે ત્રણ કલાક ૨૦…