HIV પોઝિટિવ મહિલાઓમાં સર્વાઇકલ કેન્સરની વહેલી ઓળખ માટે GCRIની નવી પહેલ: 1,542 મહિલાઓનું HPV DNA ટેસ્ટિંગ
નિયમિત HIV સારવાર સાથે સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગને જોડ્યું; 319 મહિલાઓમાં HPV સંક્રમણની પુષ્ટિ, 94 મહિલાઓમાં કેન્સર પૂર્વેની સ્થિતિ મળી આવી, જ્યારે એક મહિલામાં પ્રારંભિક તબક્કાનું કેન્સર ઓળખાયું ગાંધીનગર HIV સાથે જીવતી મહિલાઓને સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર)ના વધતા જોખમથી સુરક્ષિત રાખવા માટે અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) દ્વારા એક મહત્વપૂર્ણ અને નવીન પહેલ…
