એકતા પરેડમાં અંબાજીના આદિવાસી બાળકોની ‘હેટ્રિક’: સતત ત્રીજી વખત ગુંજશે બેગપાઇપર બેન્ડના સૂર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં પ્રસ્તુતિ આપશે ; ‘ભીખ નહીં, શિક્ષણ’ના મંત્રથી વંચિત બાળકોને મળી નવી ઓળખ સુખદેવ વસાવા. રાજપીપળા: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં અંબાજીના આદિવાસી બાળકો વધુ એક વખત પોતાની પ્રતિભાનો પરિચય આપવા સજ્જ બન્યા…