ગુજરાત દેશનું સ્પોટર્સ હબ બનવા તરફ અગ્રેસરઃ પી.ટી. ઉષા

Spread the love

ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એજીએમ બાદ સિનિયર વાઈસ પ્રેસિડન્ટ અજય પટેલે એસોસિએશનના આગામી આયોજનો પર પ્રકાશ પાડ્યો

અમદાવાદ

ગુજરાતમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે અને તેના માટે જે પ્રકારે માળખાકીય તૈયારીઓ થઈ છે અને હજુ વધુ થઈ રહી છે ત્યારે એ ચોક્કસ કહી શકાય કે આગામી સમયમાં ગુજરાત દેશનું સ્પોટર્સ હબ બનશે, એમ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પી.ટી. ઉષાએ કહ્યું હતું.

વધુ મેડલ માટેનો રોડમેપ

ઓલિમ્પિક એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા બાદ પત્રકારોને સંબોધતા ઉષાએ જણાવ્યું હતું કે દેશની નજર 2036ના ઓલિમ્પિકના યજમાન પદ પર છે ત્યારે દેશના ખેલાડીઓ ઓલિમ્પિક ગેમ્સમાં વધુને વધુ મેડલ મેળવે એ માટેના પગલાં આઈઓએ દ્વારા લેવાઈ રહ્યા છે. એક સમયે ઓલિમ્પિક રમતના એસોસિએશનોને સાત લાખ ફાળવાતા હતાં તે રકમ હવે વધારીને 20 લાખ કરી દેવાઈ છે. એટલું જ નહીં આઈઓએ જે પણ એસોસિએશનને રમતના વિકાસમાં જે પણ કોઈ માર્ગદર્શનની જરૂર હોય તે આપી રહ્યું છે જેથી દેશમાં રમત અને રમતવીરોનો વિકાસ થઈ શકે.

રમત સાથે સંકળાયેલા તમામને એક છત્ર હેઠળ લવાશે

પીટી ઉષાએ અમદાવાદમાં આયોજિત કોન્કલેવ સંદર્ભે વિગતો આપતા કહ્યું કે આ કોન્કલેવમાં અમે દેશભરના રમત એસોસિએશનોના અધિકારીઓ, ટોચના ખેલાડીઓ, સાનિયા મિર્ઝા અને અજિત અગરકર જેવા ટેનિસ અને ક્રિકેટના ખેલાડીઓને બોલાવીને રમતમાં મેડલ માટેની તૈયારી સંદર્ભે માર્ગદર્શન માટેના પ્રયાસ શરૂ કર્યા છે. અમે ખેલાડીઓ, રમતના વહિવટકારો અને રમત સાથે અન્ય રીતે સંકળાયેલાઓને અમે એક છત્ર હેઠળ લાવીને રમતના વિકાસ માટે કાર્ય કરીશું કે જેથી ઓલિમ્પિક જેવી મોટી ઈવેન્ટના આયોજન માટે આપણે મજબૂત આધાર બનાવી શકીએ.

ગુજરાતનું શાનદાર પ્રેઝેન્ટેશન

આઈઓએના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ અજય પટેલે કહ્યું કે જે પ્રકારે ભારતે કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે પ્રેઝન્ટેશન રજી કર્યું એ અત્યંત પ્રસંશનીય હતું. આ પ્રેઝન્ટેશન નિહાળનારા તમામે તેને બિરદાવ્યું હતું. એજ રીતે ગુજરાત સરકાર દ્વારા પણ કોમનવેલ્થની યજમાનીતી લઈને રમતના વિકાસ સંદર્ભે જે પ્રકારનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું તે પણ ખુબજ સારું હતું અને રમત સાથે સંકળયેલા તમામને સાથે લઈને એ દીશામાં કામ કરવામાં આવશે.

કોચની સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ

દેશમાં પ્રતિભાશાળી ખેલાડીઓ તો છે પણ તેમને યોગ્ય તાલીમ આપે એવા કોચના અભાવ અંગે પી.ટી ઉષા અને અજય પટેલે કહ્યું કે આ દીશામાં આઈઓએ પ્રયાસ કરી રહ્યું છે. જોકે ઉષાએ સ્પષ્ટતા કરી હતી કે ખેલાડીઓને સગવત અને તાલીમની મુખ્ય જવાબદારી જેતે રમતના એસોસિએશનની છે છતાં અમે જો કોઈ એસોસિએશન અમારી આ સંદર્ભે મદદ માગે તો અમે તેમને માર્ગદર્શન આપીએ છીએ.

દેશમાં કેટલિક રમતોના બે એસોસિએશનનો મુદ્દો કોર્ટ મેટર છે

દેશમાં હેન્ડબોલના બે એસોસિએશનને લઈને તાજેતરમાં જ દેશની ટીમને એક આંતરરાષ્ટ્રીય સ્પર્ધાથી વંચિત રાખવામાં આવતાં આ સંદર્ભે પૂછાયેલા એક સવાલના જવાબમાં પીટી ઉષાએ આ મુદ્દો કોર્ટમાં છે ત્યારે તેઓ કંઈ નકહી શખે એમ કહીને વધુ કંઈ કહેવાનું ટાળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *