વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ – મહેસાણામાં ગુજરાત ટુરીઝમ દ્વારા અનેક આકર્ષણોની પ્રસ્તુતિ
મહેસાણા ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ગણપતયુનિવર્સિટી, મહેસાણા ખાતે યોજાઈ રહેલી “વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ” (9 અને 10 ઓક્ટોબર 2025)માં ઉત્તર ગુજરાતની સમૃદ્ધ ધરોહર, સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યને ઉજાગર કરતું એક ભવ્ય અને આકર્ષક પ્રવાસન પેવિલિયન તૈયાર કરવામાં આવ્યું છે. આ વિશેષ રીતે તૈયાર કરાયેલા પેવિલિયનમાં અંબાજી મંદિર, મોઢેરા સૂર્યમંદિર, વડનગર કીર્તિતોરણ, રાણી કી વાવ, પાટણ પટોળા, વડનગર પુરાતત્વ…
