ધનતેરસે ગુજરાતમાં સોનાની ચમકઃ ₹210 કરોડનું 150 કિલો સોનું વેચાયું, એકલા અમદાવાદમાં જ 80 કિલો સુધીની ખરીદી!

સોનાના ભાવમાં ઘટાડો થતાં ગ્રાહકોની બજારમાં ભીડ; રાજ્યના કુલ વેચાણમાં અમદાવાદનો 40થી 53 ટકા હિસ્સો, ગયા વર્ષની સરખામણીએ વેચાણમાં 20 ટકાના વધારાનો અંદાજ અમદાવાદઃ દિવાળીના પર્વમાં ધનતેરસના શુભ અવસરે ગુજરાતના સોના-ચાંદીના બજારોમાં ખરીદીની જોરદાર ચમક જોવા મળી હતી. સોનાના ભાવમાં તાજેતરમાં આવેલા ઘટાડાનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ગ્રાહકો જ્વેલરી શોરૂમ અને સોનાના બજારોમાં ઉમટી…