AITA વિમેન્સ સિંગલ્સમાં શૈલી ઠક્કર અને રિયા સચદેવ વચ્ચે ફાઇનલ મુકાબલો

Spread the love

પ્રથમ અને બીજી ક્રમાંકિત ખેલાડીઓનું અભિયાન પૂરું


અમદાવાદ
ગુજરાતની યુવા ખેલાડી શૈલી ઠક્કર અને દિલ્હીની બિનક્રમાંકિત રિયા સચદેવે પોતપોતાના મુકાબલા જીતીને એસ ટેનિસ એકેડેમી ખાતે રમાતી આઇટા 2.5 લાખ રૃપિયાની પ્રાઇઝ મનીવાળી વિમેન્સ ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. પ્રથમ સેટમાં થોડોક સંઘર્ષ કર્યા બાદ શૈલીએ તેલંગાનાની બીજી ક્રમાંકિત ચેવિકા રેડ્ડીને 7-5, 6-4, 6-3થી પરાજય આપ્યો હતો. એક કલાક 18 મિનિટ સુધી રમાયેલી મેચમાં શૈલીએ આક્રમક બેઝલાઇનનું પ્રદર્શન કરવા ઉપરાંત કેટલાક મેચવિનિંગ ડ્રોપ શોટ્સ રમ્યા હતા. બીજી સેમિફાઇનલમાં દિલ્હીની રિયાએ પ્રથમ સિડેડ ખેલાડી તેજસ્વી ડાબાસને કોઇ પણ મુશ્કેલી વિના 6-4,6-0થી પરાજય આપ્યો હતો. આ મુકાબલામાં પ્રથમ સેટ એક કલાક આઠ મિનિટ તથા બીજો સેટ માત્ર 28 મિનિટ સુધી રમાયો હતો. પ્રથમ સેટમાં સ્કોર 4-5નો હતો ત્યારપાચ સેટ પૂરો થવા માટે બીજી 18 મિનિટનો સમય લાગ્યો હતો જેમાં બંને ખેલાડીએ 40-40ના સ્કોરે 13 ડ્યૂસ ઉપર રમ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *