ગાંધીનગર
તા. ૦૪ એપ્રિલથી ૦૯ એપ્રિલ દરિમયાન ગુજરાત રાજ્યમાં પનીર અને ચીઝની ગુણવત્તા, સાચી ઓળખ અને ગ્રાહક જાગૃતી સુનિશ્ચિત કરવા માટે રાજ્યવ્યાપી મેગા સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ અિભયાન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યના ફૂ ડ સેફ્ટી ઓફિસરો દ્વારા હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા તથા અન્ય ફૂ ડ સર્વિસ એકમોમાં તપાસ કરવામાં આવી. કુલ તપાસ અને કાયર્વાહીની વિગત નીચે મુજબ છે.
• કુલ તપાસ કરાયેલા એકમો : ૨૫૨૭ (ઉત્પાદક, હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા વગેરે)
• આપવામાં આવેલી નોટિસ: ૨૭૦
• સીલ/બંધ કરાવવામાં આવેલી કુલ પેઢીઓ – ૧૮
• વસૂલ કરાયેલો દંડ: રૂ. ૨,૮૪,૩૦૦/-
• કુલ નાશ કરાયેલ જથ્થો : ૭૦૩ કિ.ગ્રા
• કુલ લેવાયેલ નમુનાઓ : ૯૫
• ફુ ડ સેફ્ટી વાન (FSW) દ્વારા કરેલ કુલ એકમો તપાસ : ૬૫૯
• ફુ ડ સેફ્ટી વાન (FSW) દ્વારા સ્થળ પર પ્રાથમિક પરીક્ષણ કરેલા કુલ નમુનાઓ : ૬૭૯
• “એનાલોગ પનીર” નકલી નથી પરંતુ ડેરી પનીરનો વિકલ્પ છે – આ મહત્વપૂર્ણ સમજણ વિકસાવવામાં સફળતા મળી છે.
• િનયમોના ઉલ્લંઘન બદલ દંડ, નોટિસ અને કાનૂની કાયર્વાહી હાથ ધરવામાં આવી રહી છે.
• આ સ્પે. ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે તથા ભિવષ્યમાં પણા આ બાબતે કડક અમલવારી ચાલું રહેશે.
• વધુમાં ઉત્પાદક પેઢીઓ તથા વિક્રેતાઓને ત્યાં પણ પનીર કે એનાલોગના ઉત્પાદન અને વેચાણ અંગેની સઘન તપાસ કરવામાં આવશે.
